સુરતમાં થઈ 20 કરોડના હીરાની લૂંટ

0
57

સુરતના કતારગામ વિસ્તારમાં કરોડો રૂપિયાના હીરાની લૂંટની ઘટના સામે આવી છે. આ હીરાની કિંમત 20 કરોડ આંકવામાં આવી છે. હીરાના એક કર્મચારી 20 કરોડના હીરા સેફ ડિપોઝિટમાં મૂકવા જતા હતા તે સમયે આ ઘટના બની હતી. પાંચ શખ્શોએ આવીને તેમનું હીરા ભરેલું બેગ આંચકી લીધું હતું અને ફરાર થઈ ગયા હતા. સુરતનો આ કતારગામ વિસ્તાર કે જ્યાં ખૂબ ભીડ-ભાડ હોય છે અને ચાલવાની પણ જગ્યા હોતી નથી એવા વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા DCP, ACP સહિત પોલીસ કમિશનરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટનાની ગંભીરતા જણાયા બાદ અમદાવાદથી ક્રાઈમ બ્રાન્ચ અને તપાસ ટીમને તપાસ માટે આદેશ કરવામાં આવ્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ત્રણ શખ્સો બેગ આંચકીને ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે.

સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને તપાસ ટીમ બોલાવવામાં આવી છે. ઘટનાના ઈન્વેસ્ટીગેશન બાદ જ સત્ય હકીકત વિશે જાણકારી મળી શકશે. આ તપાસમાં અમદાવાદ પોલીસ ટીમ સહિત સુરતની પોલીસ ટીમ અને સિનિયર અધિકારીઓ પણ સહયોગ આપશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY