સૂરતઃ
સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજયના મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની આજે બેઠક યોજાઈ હતી. જેમાં સને ૨૦૧૮-૧૯ વર્ષના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના નવ તાલુકાઓના મળી કુલ રૂ.૧૧૨૫ લાખના ૬૧૯ સામૂહિક જનહિતના વિકાસકાર્યો તથા છ નગરપાલિકાઓના કુલ રૂા.૧૫૦ લાખના ૩૧ જેટલા વિવિધ વિકાસકામો મળી કુલ ૧૨૭૫ લાખના ૬૫૦ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે ત્યારે ચોક્કસાઈપૂર્વક સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. સમયની માંગ પ્રમાણે સી.સી.ટી.વી. કેમેરા, શાળાઓમાં ટેકનોલોજીના સાધનો જેવા વિકાસ કામો માટે ગ્રાંટનો ખાસ ઉપયોગ કરવા પદાધિકારીઓને જણાવ્યું હતું. પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવીને જરૂરિયાત મુજબ વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને તેમણે ખાસ તાકીદ કરી હતી.
સૌના સહયોગથી વિકાસના કામો કરવાથી જનતા જનાર્દનનું હિત જળવાશે. જે કામો રદ થાય કે તુરંત જ તેની સામે નવા વિકાસ કામો હાથ ધરાય તે મુજબ આયોજન કરવાથી લોકોની અપેક્ષા સંતોષી શકાશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ના ૧૫% વિવેકાધિન અને ૫ % પ્રોત્સાહક ગ્રાંટની જોગવાઈ અંતર્ગત બારડોલી તાલુકામાં રૂા.૧૨૫ લાખના ૬૯ કામો, ચોર્યાસી ૧૦૦ લાખના ૩૭ કામો, કામરેજ રૂા.૧૨૫ લાખના ૪૬, મહુવા ૧૨૫ લાખના ૬૯, માંડવી રૂા.૧૫૦ લાખના ૯૩ કામો, માંગરોળ ૧૨૫ લાખના ૬૫ કામો, ઓલપાડ ૧૫૦ લાખના ૧૦૭ કામો, પલસાણા ૧૦૦ લાખના ૪૩, ઉમરપાડા તાલુકાના ૧૨૫ લાખના ૯૦ કામો(ઉકાઈ અસરગ્રસ્ત) સહિત કુલ ૧૧૨૫ લાખના ૬૧૯ કામોને બહાલી આપવામાં આવી હતી.
વધુમાં જિલ્લાની આવશ્યકતાને પૂર્તતા જિલ્લાકક્ષાના ૪૭ કામોની ૧૯૩ લાખથી વધુની મળેલી દરખાસ્તોની સામે મળવાપાત્ર રૂા.૧૫૦ લાખના ઉકત કામો પૈકીના જોગવાઈ અનુસારના વિકાસકાર્યોને બહાલી આપવામાં આવશે.
જયારે નગરપાલિકા વિસ્તારમાં બારડોલી રૂા.૨૫ લાખના છ કામો, માંડવી ૨૫ લાખના ત્રણ કામો, કડોદરાના ૨૫ લાખના પાંચ કામો, તરસાડી ૨૫ લાખના ચાર કામો, કનકપુર કનસાડ ૨૫ લાખના આઠ કામો, સચિન ૨૫ લાખના પાંચ કામો સહિત ૧૫૦ લાખના ૩૧ કામોને મંજુર કરાયા હતા.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગની ખાસ પ્લાન યોજના અંતર્ગત ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં ૧૦ લાખના ત્રણ વિકાસકામોને આ બેઠકમાં મજુર કરવામાં આવ્યા હતા.
બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્યો સર્વ વિવેકભાઈ પટેલ, મોહનભાઇ ઢોડિયા, મુકેશભાઈ પટેલ, પ્રવિણભાઈ ધોધારી, અરવિંદ રાણા, કાંતિભાઈ બલર, ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, સામાન્ય વહીવટ વિભાગ(આયોજન)ના સંયુકત સચિવ જે.જે.પટેલ, જિલ્લા કલેકટર મહેન્દ્ર પટેલ, જિલ્લા આયોજન અધિકારી એ.એમ.તડવી, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ સહિત ઉચ્ચ અમલીકરણ અધિકારીઓએ જિલ્લાના ૨૦૧૮-૧૯ના વર્ષના જિલ્લાની વિકેન્દ્રીત આયોજન અંતર્ગતની વિકાસકેડીને કંડારવા મળેલી આ બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચામાં સહભાગી બન્યા હતા.
સમગ્ર બેઠકનું સંચાલન અને આભારવિધિનો કાર્યભાર જિલ્લા કલેકટરએ સંભાળ્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"