સુરેન્દ્રનગર જિલ્લા માં જળસંચયના ૮૬૩ કામો લોક ભાગીદારીથી સફળ બનાવાશે

0
83

સુજલામ – સુફલામ જળસંચય અભિયાન દરમિયાન ખેડૂતો વિનામુલ્યે ખોદાણથી નીકળતી માટી લઈ જઈ શકશે

જળસંચય અભિયાનના સફળ આયોજન અર્થે સુરેન્દ્રરનગર ખાતે પદાધિકારીઓ- અધિકારીઓની બેઠક યોજાઈ
સુરેન્દ્રકનગર જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે તા. ૧ લી મે થી સુજલામ – સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થનાર છે. આ જળસંચય અભિયાનના સુચારૂ આયોજન અર્થે આજરોજ સર્કીટ હાઉસ ખાતે પદાધિકારીઓ- અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્યા ધનજીભાઇ પટેલ, ઇન્ચાર્જ કલેકટર ચંદ્રકાંત પંડયા, જિલ્લાર વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, પૂર્વ રાજયમંત્રી જયંતિભાઇ કવાડીયા ઉપસ્થિચત રહી ઉપસ્થિતોને જણાવ્યું હતું કે ૧લી મે થી રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર જળસંચય અભિયાન ને સ્વૈતચ્છિંક અને સેવાભાવી સંસ્થાથઓનો સહયોગ મેળવી લોકભાગીદારીથી સફળ બનાવવામાં આવશે.
જળસંચય અભિયાન દરમિયાન તળાવો – ચેકડેમ વગેરે ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તળાવો ઉંડા કરવાની કામગીરી દરમિયાન નિકળતી માટી ખેડૂતોને તેમના ખેતર માટે લઈ જવા વિનામુલ્યેં આપવા પણ સુચન કર્યું હતું. તેમણે ૧લી મે થી જુન માસના અંત સુધીમાં જિલ્લા માં નવા તળાવો બનાવવા, તળાવો ઉંડા કરવા, શહેરી વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં ગાંડા બાવળ, ઝાડ, કચરો સાફ કરવો, નદી- તવાળના કિનારે વૃક્ષારોપણકરવું વગેરે કામગીરી ઝડપથી પૂરી કરવા પણ ઉપસ્થિાત વિવિધ વિભાગના અધિકારીઓને તાકિદ કરી હતી. આ અભિયાનમાં બહોળા પ્રમાણમાં લોકો જોડાય અને સ્વૈચ્છીક – સેવાભાવી સંસ્થાઓની સાથે જળસંચયના આ કાર્યમાં દાતાઓનો પણ સહયોગ મળે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યુંસ હતું.
આ બેઠકમાં અગ્રણી દિલીપભાઇ પટેલ, જગદીશભાઇ મકવાણા, હિતેન્દ્રેસિંહ ચૌહાણ, અનિરૂધ્ધવસિંહ પઢીયાર, હરદેવસિંહ પરમાર, પદાધિકારીઓ, સહકારી સંસ્થાંના હોદેદારો સહિતના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.

રિપોટર : દીપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૭૦૧૬૧ ૭૦૮૪૪

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY