ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાશે

0
220

ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં ગ્રામજનોઓ પોતાના પડતર પ્રશ્નો / રજુઆત અંગેની અરજી  ”મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ સબંઘિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા સ્વાગત કાર્યક્રમ માટેસંબંઘીત તાલુકા મામલતદાર કચેરીએ તથા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા, ભાવનગર ખાતે અરજી તા.૧૦/૦૭/૨૦૧૮ સુઘીમાં રજુ કરવા અપીલ કરવામાં આવે છે. જે આઘારે   માહે- જુલાઈ /ર૦૧૮ નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૭/૨૦૧૮ (બુઘવાર) ના રોજ સંબઘિત તાલુકા મામલતદાર કચેરીએ તથા જિલ્લા કક્ષાનો જિલ્લા ફરિયાદ નિવા૨ણ  કાર્યક્રમ આગામી તા.૨૬/૦૭/૨૦૧૮ (ગુરૂવાર) ના રોજ કલેકટ૨ કચેરી, ભાવનગ૨ ખાતે યોજવામાં આવના૨ છે.

આ ફરીયાદ નિવા૨ણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતીવિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની  અરજી કે જે એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. તેમ જિલ્લા કલેકટરશ્રી, ભાવનગર દ્વારા જણાવ્યુ છે.

 એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY