રાજપીપલા રબારીવાસ માંથી એલ સી બી એ ૩૭ હજાર થી વધુ ના જુગાર સાથે ત્રણ ને ઝડપ્યા એક ફરાર.

0
278

નર્મદા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ની સૂચના થી એલ સી બી ના પી એસ આઈ એ .ડી.મહંતે બાતમીના આધારે પોતાની ટિમ સાથે રાજપીપલા સિંધીવાડ ના રબારીવાસ માં રેડ કરતા પ્રવીણ બુધા વસાવા ( રહે ,રબારીવાસ, રાજપીપલા ), શકીલ બાબુ કુરેશી ( ખાટીવાડ,રાજપીપલા ),મિલન ગિરીશ મેહતા ( રહે ,ટીમ્બા ખડકી,રાજપીપલા ) ને રોકડા 25,260/- રૂપિયા ,મોબાઈલ-6 રૂપિયા 12000/- કેલ્ક્યુલેટર રૂપિયા 200/- મળી કુલ રૂપિયા 37,460/- ના મુદ્દામાલ સાથે ત્રણ ની ધરપકડ કરી હતી જયારે આ આકડાનો જુગાર ચલાવનાર બુધા મગન વસાવા ( રહે , રબારીવાસ,રાજપીપલા ) પોલીસ ની રેડ દરમિયાન ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરી છે .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY