તાપી જિલ્લાના નાગરિકો હવે બેન્કોમાં પણ આધારકાર્ડની નોંધણી કરાવી શકશે

0
104

વ્યારા:
તાપી જિલ્લાના નાગરિકો ને આધારકાર્ડ સરળતાથી મળી રહે એ માટે જિલ્લાની મામલતદાર કચેરી, વાલોડ, વ્યારા, ડૉલવણ, સોનગઢ, નિઝર અને કુકરમુન્ડા ખાતે આધારકીટ કાર્યરત છે. પરંતુ હવે તાપી જિલ્લાના નાગરિકો જિલ્લામાં કાર્યરત બેન્કોની શાખાઓ મારફતે પણ આધારકાર્ડની નોંધણી કરાવી શકશે.
નિવાસી અધિક કલેકટર એસ.પી મુનિયા તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાપી જિલ્લામાં કાર્યરત બેન્કોની શાખાઓમાં પણ હવે આમ નાગરિકો માટે આધારકાર્ડની નોંધણી કરવામાં આવશે. જે અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, વ્યારા શાખા અને સોનગઢ શાખા મુકામે આધારકીટ કાર્યરત કરી દેવામાં આવી છે. પંજાબ નેશનલ બેન્ક, વ્યારા શાખા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઉચ્છલ શાખા ખાતે દિન-૨માં આધારકીટની કામગીરી શરૂ કરવામા આવશે. તથા બેંક ઓફ બરોડાશાખા પીપલોદ તા. નિઝર અને કાનપુરા તા. વ્યારા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, વ્યારા શાખા અને યુકો બેન્ક, વ્યારા શાખા ખાતે ટુંક સમયમાં આધારકીટ શરૂ કરવામાં આવશે. જેનો તમામ નાગરિકોને લાભ લેવા અધિક નિવાસી કલેકટર, વ્યારા તરફથી જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY