સુરત,
તા.૨૫/૦૩/૨૦૧૮
તાપીમાં પાણી ઓછું અને જળકુંભીના પારાવાર ઉપદ્રવે સર્જલી કપરી સ્થતિમાં ભાજપે તાપી શુદ્ધિકરણ મહાઅભિયાનની આજથી શરૂઆત કરી છે. આ અગાઉ તાપીમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ જળકુંભીની સાથો સાથ બહાર આવી છે. જેથી પોલીસ દોડતી થઈ ગઈ છે. અને દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવાની સાથે દારૂની ભઠ્ઠી ચલાવતાં લોકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત શહેરમાં વારંવાર લઠ્ઠાકાંડ સર્જાય છે. ત્યારે આ સમગ્ર બિના વચ્ચે આજે તાપી શુદ્ધિકરણની સાથો સાથ નદીના પટમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પણ બહાર આવી હતી. અને આ દારૂમાં પણ તાપીનું જ પાણી વપરાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં હતાં. તાપીના કાંઠે ચાલતી દારૂની ભઠ્ઠીએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતાં. જા કે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો. અને ભઠ્ઠીઓને નાશ કરવાની સાથે સાથે સમગ્ર પ્રકરણ પર પડદો પાડવાની કોસિસ કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"