રાજકોટ,
તા.૩૧/૦૩/૨૦૧૮
પ્રજા પર ડામ, કાર્યક્રમો પાછળ કરોડોનો તાયફા, બાળકોના ઝૂમાં પાંચ રૂપિયાનો વધારો
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ૩૧ માર્ચના રોજ બપોરે ૧૨ કલાકે મળી હતી, જેમાં ૬૦ કરોડથી વધુના કુલ ૩૭ જેટલી દર્ખાસ્તો મૂકવામાં આવી હતી. જેમાં જે તે સમયે નર્મદા નીર આજીમાં પહોંચાડવા વડાપ્રધાન મોદી આવ્યા હતા, ત્યારે પાણીને વધાવવા સરકારે તાયફો કર્યો હતો, આજે મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં માત્ર સૌની યોજનાના વધામણાં પાછળ ૧ કરોડ ૪૫ લાખ ૩૮ હજારનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જા કે આ પહેલા એક આરટીઆઇ મારફત જાણવા મળ્યું હતું કે મોદીના રોડ શોમાં જ માત્ર લાઇટિંગનો ખર્ચ ૫૬ લાખ જેવો થયો હતો.
રાજકોટમાં પ્રધ્યુમન પાર્ક ઝૂમાં ૨૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે, જા કે આ ટિકિટ પણ મનપાને ઓછી લાગતા તેમાં પાંચ રૂપિયાનો વધારો કરી ૨૫ રૂપિયા કરી નાખી છે. નકામાં કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા ખર્ચતી કોર્પોરેશન ભૂલકાઓના મજા પડતી જગ્યામાં વ્યક્તિ દીઠ પાંચ રૂપિયાનો વધારો કરતા લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. રાજકોટ મનપામાં આ સાથે જ વેક્યૂમ ફીડ ફ્લોરિન મશીન સિસ્ટમ વસાવવામાં આવશે. તો પાણીમાં વપરાતા ક્લોરિન માટે આધુનિક ટેક્નોલોજી વિક્સાવવાની દર્ખાસ્તને મંજૂર કરાઇ છે.
ક્લોરિન સપ્લાઇની આધુનિક ટેક્નોલોજીનું કામ સુરતની કંપનીને આપાયું છે.સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આજી-૧ ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીરના અવતરણના વધામણા કાર્યક્રમ, ન્યારી-૧ ડેમની હાઇ વધારવાના પ્રોજેક્ટના લોકાર્પણનો ખર્ચ, એકસપ્રેસ ફિડર લાઇનના લોકાર્પણનો ખર્ચ, હેકેથોન ૨૦૧૭ની લોન્ચિંગ ઇવેન્ટનો ખર્ચ, માં નર્મદા મહોત્સવ રથયાત્રાનો કાર્યક્રમ ખર્ચ, રેલનગર અંડબ્રિઝના લોકાર્પણ સમારોહનો ખર્ચ, મોરબી રોડ ઓવરબ્રિજના લોકાર્પણ સમારોહનો ખર્ચ, ૧૫ ઓગષ્ટના કાર્યક્રમ પાછળ થયેલા ખર્ચને મંજુર કરવા દરખાસ્ત કરવામાં આવી છે. એક કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ આ તમામ કાર્યક્રમ પાછળ થયો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"