ટેકાના ભાવ મુદ્દે ખેડૂતો-કોંગ્રેસનું હલ્લાબોલ,મોઢવાડિયા સહિત ૨૦૦ કાર્યકરોની અટકાયત

0
155

પોરબંદર,
તા.૨૪/૦૩/૨૦૧૮

પોરબંદરમાં કલેક્ટર કચેરી બહાર ધરણા કરનારા કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ પોરબંદર-રાજકોટ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.

મગફળીનો ભુક્કો અને ટાયરો સળગાવી તેમણે વિરોધ નોંધાવ્યો હતો. જેથી પોલીસે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા સહિત ૨૦૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ પહેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા કલેકટર કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા હતા. મગફળી, ધાણાજીરૂ સહિતના પાકોના તળિયે ગયેલા ભાવને મુદ્દે વિરોધ કરાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY