ટેક્સટાઇલ માર્કેટ બંધ કરાવવા પ્રયાસથી ઘર્ષણ થતાં લાઠીચાર્જ

0
88

સુપ્રિમ કોર્ટના એસ.સી-એસ.ટી એક્ટના ચુકાદાના વિરોધમાં દલિત સમાજના કેટલાક યુવાનોએ રેલી પૂર્ણ થયા બાદ રીંગરોડ સ્થિત ઇન્ડીયા માર્કેટમાં દુકાનો બંધ કરાવવા પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસે હળવો લાઠીચાર્જ કરી ૪૦ યુવાનોની અટકાયત કરી હતી અને હજીરા ખાતે લઇ ગઇ હતી. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુપ્રિમ કોર્ટના એસ.સી-એસ.ટી એક્ટના ચુકાદાના વિરોધમાં દલિત સમાજ દ્વારા આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.બંધના એલાનને સફળ બનાવવા ચાર જુદા-જુદા સ્થળેથી નીકળેલી રેલી કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ કેટલાક યુવાનો હાથમાં ભુરા ઝંડા સાથે જય ભીમના નારા લગાવતા રીંગરોડ માર્કેટ વિસ્તારમાં બપોરે પહોંચ્યા હતા. આ યુવાનોએ ઇન્ડીયા માર્કેટ પાસે દુકાનો બંધ કરાવવા પ્રયાસ કરતાં ત્યાં બંદોબસ્તમાં તૈનાત પોલીસે તેમને અટકાવ્યા હતા.આથી પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસે તેમને કાબુમાં લેવા બળપ્રયોગ કરી હળવો લાઠીચાર્જ કર્યો હતો અને લગભગ ૪૦ યુવાનોની અટકાયત કરી તેમને અલગ-અલગ બે બસમાં હજીરા ખાતે લઇ ગયા હતા.બાદમાં સાંજે તેમને મુક્ત કર્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY