ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ , અને પ્રજા સાથે ગેરવર્તણૂક કરતા હોવાનો આક્ષેપ કરી રાજ્ય માં પરત મોકલવાનો ઠરાવ કર્યો
રાજપીપળા: જિલ્લા પંચાયતની સામાન્ય સભા માં ડેપ્યુટી ડીડીઓ ગીતાંજલી દેવમણી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત રજુ જિલ્લા પંચાયત પ્રમુખે કરી આવી કોઈ આધીકારી વિરુદ્ધ દરખાસ્ત ની પ્રથમ ઘટના બની છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ, અને પ્રજા સાથે ગેરવર્તણૂક કરતા હોવાનો આક્ષેપ સાથે રાજ્ય માં પરત મોકલવાનો ઠરાવ કરતા હોબાળો મચ્યો છે. જોકે પ્રજાની અને સ્ટાફની પણ ફરિયાદ અધિકારી વિરુદ્ધ હોવાની પંચાયત માં ફરિયાદ ઉઠી હતી.
નાંદોદ તાલુકા પંચાયત નો પણ આ અધિકારી પાસે ચાર્જ હોય જ્યારથી તેમની પાસે ચાર્જ આવ્યો છે ત્યારેથી તાલુકાનું કામ ઠપ્પ થઈ ગયું છે જેવું જિલ્લા પંચાયત પ્રમુખને નાંદોદ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રકાશ વસાવા એ કરી હતી સાથે પ્રજાઓની પણ ફરિયાદો ને ધ્યાને લઇ જિલ્લા પંચાયત પ્રમખ તરફથી અને કારોબારી ચેરમેન સહીત તમાામ સભ્યોોની બહુમતી થી દરખાસ્ત પસાર કરવામાં આવી અને મંજુર પણ કરવામાં આવી આ દરખાસ્ત રાજ્ય સરકાર માં મોકલી આ અધિકારી ને જિલ્લામાંથી પરત લો એવી રજુઆત પણ કરવામાં આવશે જેવી વાત પંચાયતે કરી છે.
બોક્ષ : જિલ્લા પંચાયત માં ડે. ડીડીઓ તરીકે ફરજ બજાવતા ગીતાંજલીબેન ની ઘણી ફરિયાદો મળી છે કે તેઓ પ્રજાના કામો કરતા નથી એટલુંજ નહિ તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ વાત સાંભળતા નથી અને પોતાની મનમાની કરે છે કચેરીમાં વધુ હાજર પણ રરહેતા નથી. નાંદોદ તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ હોય ત્યાં પણ કામગીરી પ્રત્યે બેદરકારી હોવાની લેખિત ફરિયાદ મળી જેથી જિલ્લા પંચાયત કારોબારીએ સામાન્ય સભામાં નક્કી કરી તમના વિરુદ્ધ ઠપકા દરખાસ્ત મંજુર કરી કાર્યવાહી કરી છે. >>> રૂચિકાબેન વસાવા (જિલ્લાપંચાયત પ્રમુખ નર્મદા )
બોક્ષ : આજે નર્મદા જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં ડે.ડીડીઓ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત રજૂકરી છે જોકે જે અંગેની પ્રોસિડિંગ લખવાની બાકી છે અને જે બાદ નિર્ણય લેવાશે પદાધિકારીઓ અને અધિકારીઓ ના સમન્વય થી લોકો ની સેવા કારમાં આવે છે કામો થાય છે જે કોમ્યુનિકેશન સાચવી કામ કરવું જોઈએ હાલ કોઈ નિર્ણય લેવાયો નથી >>> જીન્સી વિલિયમ્સ (ડીડીઓ નર્મદા )
ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975059
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"