ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટીની ગુલબાગોના લિરેલિરા ઉડાડતા ગુજરાત સહિતના પરપ્રાંતીય ખાનગી બસ સંચાલકો. (થાય તે કરીલો – હપ્તાબાજી ઝીંદાબાદ )

0
5012

ભરૂચ:
બારેમાસ અને રાત દિવસ દોડતી ગુજરાત અને પરપ્રાંતની બસોએ રાજ્યના ધોરીમાર્ગોની સલામતીના ખુલ્લેઆમ લીરેલીરા ઉડાડયા છે જે અત્રે પ્રસ્તુત બોલતી અનેક તસવીરોમાં કચકડે ભલે કેદ થાય ગમે તેટલું લખાય, પણ ગાંધી છાપ લીલીનોટોની કમાલથી આ તંત્ર ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવે છે (મુસાફરો
બિચારા જલ્દી પહોંચવાની લ્હાયમાં – મોતની પરવા કર્યા વગર ભલે મુસાફરી કરે અમારે જેટલા ટકા) અત્રે ઉલ્લેખનિય છે કે આ સમગ્ર ખાનગી બસો તમામ ટોલનાકા અને જિલ્લા – પોલીસ સ્ટેશનોના હદ વિસ્તારમાંથી જ પસાર થાય છે તો ટ્રાફિક વ્યવસ્થાની દુહાઈ લઈ સેફ્ટી અઠવાડિયા મનાવી નામ કમાનાર ઉપરી અધિકારીઓને તેમના કર્મચારીઓ ઊંધા ચશ્મા પહેરાવે છે. અરે અધિકારીઓ ધારે તો ચપટી વગાડતા આ ઠસોઠસ અંદર બહારને છાપરે મુસાફર બેસાડતી ફરતી બસોને કાયદો બતાવી દે પણ “ફાયદા સામે કાયદો” જીતતો
હોય તેમ પ્રજા ને દેખાય પણ ઉપરી અધિકારી ત્યાંથી પસાર થતા હોય છતાં પણ ન દેખાય.
ટ્રાફિક વિભાગને માલેતુજાર બનાવતા આ ખાનગી વાહનનો અકસ્માત થાય ત્યારે રાજ્ય સરકારના નેતાઓ આગળ આવી વળતર ચૂકવે. (પણ પૈસા કોના બાપના? આપણાં જ ને)


 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY