અંક્લેશ્વરમાં ચોરીનો માલ લઇ વેચવા ફરતાં ત્રણ ચોર એલસીબી ભરૂચના હાથે ઝડપાયા

0
240

ભરૂચ,
અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલ ઇએસઆઇસી હોસ્પિટલની નજીકમાં એક મોટર સાઇકલ પર ત્રણ શંકાસ્પદ ઇસમો આટાફેરા મારી રહ્યા હતા. પેટ્રોલીંગ દરમિયાન એલસીબી પોલીસે આ ત્રણેય ઇસમોની પુછપરછ કરતા મો.સાઇકલ ચલાવનાર રાજુ રમણ હથીલા (ઉ.વ.૨૧) તેમજ બીજો ઇસમ મહેશ રમસુ બારીયા (ઉ.વ.૨૩) અને ત્રીજો ઇસમ સુરેશ બકુલ બારીયા (ઉ.વ.૨૦) મુ. રહે દાહોદ જિલ્લાના પરંતુ હાલ કાપોદ્રા પાટીયા અંક્લેશ્વર પાસે રહે છે. આ ત્રણેય ઇસમો હોન્ડા સીડી ડીલક્ષ મો.સાઇકલ નં. જીજે ૧૧ કેકે ૧૧૮૪ ની સઘન તપાસ કરતા તેઓની હાથમાં અલગ-અલગ ઠેલીઓ ની ચકાસણી કરતા ચાંદીના ત્રણ સિક્કા, એક ચાંદીની ચમચી, ચાંદીની પગની ઝાંઝરી અને બે મોબાઇલ સહિતની વસ્તુઓની પુછપરછ કરતા સંતોષકારક જવાબ અને બીલ નહિ હોવાની વાત કરતા આખરે ભરૂચ એલસીબી પોલીસ દ્વારા ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન તેમના ઘરેથી સોની કંપનીનું એલસીડી તથા ટાટા સ્કાઇનું ડીટીએચ જેના પણ કોઇપણ જાતના બીલ નહી હોવાનું જણાવ્યું હતું. તેમજ તેઓ છેલ્લા પંદરેક દિવસથી અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ અલગ-અલગ મકાનો માથી રાત્રીના સમયે ચોરી કરી મેળવેલ મુદ્દામાલ પૈકીનો હોવાનું જણાવેલ છે. જેમાં કબ્જામાં લીધેલ હોન્ડા મો.સાઇકલ, એલસીડી ટીવી, સેટટોપ બોક્ષ સહિતનો મુદ્દામાલની કુલ કિંમત રૂ.૭૭૫૦૦ જપ્ત કરેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY