અમદાવાદ,
તા.૮/૫/૨૦૧૮
મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકસીત કરાયેલા ભદ્ર-પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેકટના પહેલા તબક્કાનો નિયત પાથરણાવાળા કરતા ત્રણથી ચાર ગણા પાથરણાવાળાના દબાણથી ફિયાસ્કો જ થયો છે જેના કારણે તંત્રને બીજા તબક્કો પડતો મૂકવો પડ્યો છે.
પરંતુ અત્યારે પણ ગાંધીરોડ સહિતનો આ સમગ્ર પરિસર દબાણગ્રસ્ત છે. જાકે સત્તાધીશોએ ત્રણ દરવાજાથી ભદ્રકાળી માતાના મંદિર રફ જતા વચ્ચેના ભાગમાં છેલ્લા બે દિવસથી પા‹કગ સંકુલ બનાવવાની કામગીરી શરૂ કરી છે.. દરમ્યાન તંત્રનો દાવો છે કે આ પા‹કગ સંકુલથી નાગરિકો રાહત અનુભવશે.
ભદ્ર-પ્લાઝા પરિસરમાં અગાઉના મહિલા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારની જગ્યાને તંત્ર દ્વારા પાર્કિંગ સંકુલ તરીકે વિકસાવાઇ રહી છે. આશરે ૧૪૦૦ સ્કેવર મીટરની આ જગ્યામાં અંદાજે ર૦૦ થી૩૦૦ ટુ-વ્હીલર અને ફોર -વ્હીલર પાર્ક થઇ શકશે.
દરમ્યાન આ પા‹કગ સંકુલના બનાવ્યા બાદ ભદ્ર પ્લાઝા પરિસરમાં સ્થિત ભદ્રકાળી માતાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ, ખરીદી કરવા આવતા નાગરિકો, ગાંધીરોડ અને રિલીફરોડ પર ચાલતી એએમટીએસની મફત બસના ઉતારૂ તેમજ આ બંને રોડના વેપારીઓ પોતાના વાહન ત્યાં પાર્ક કરીને મોકળાશ અનુભવી શકશે તેવો દાવો તંત્ર દ્વારા કરાઇ રહ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"