ત્રીજા મોરચાનું નેતૃત્વ માટે મમતા,શરદ પવાર, કે ચંદ્રશેખર રાવના મોખરે

0
77

ન્યુ દિલ્હી,
તા.૧૪/૪/૨૦૧૮

એનસીપી પ્રમુખ શરદ પવારની વાત કરીએ તો ભાજપ વિરૂદ્ધના વિપક્ષી જાડાણનું નેતૃત્વ કરવાની મંશા ધરાવતા નેતાઓમાં તેમનો પણ સમાવેશ થાય છે. પરંતુ તેમની વિશ્વનીયતાને લઇને સવાલ ઉભા થઇ શકે. રાજનીતિમાં તેમને ચતુર અને માત્ર પોતાનું હિત જાનારા નેતા તરીકે ગણવામાં આવે છે. આ ઉપરાંત તેમની ૭૮ વર્ષની ઉંમર પણ તેમની વિરૂદ્ધનું ફેકટર છે.

બિનભાજપી મોરચાનું નેતૃત્વ કરવામાં સક્ષમ વ્યક્તિ તરીકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ સૌથી આગળ છે. આ ઉપરાંત તેમની ઉંમર પણ ૪૮ વર્ષ છે. તેમની યુવા નેતા તરીકેની છાપ કારગર સાબિત થઇ શકે. પરંતુ વિપક્ષી પાર્ટીઓમાં ઘણા પીઢ નેતાઓ છે કે જે રાહુલની આગેવાનીમાં કામ કરવા માટે કદાચ તૈયાર થાય નહીં.

મમતા બેનર્જી પોતાને વિપક્ષી જાડાણના ચહેરા તરીકે સ્થાપિત કરવા માટે મથામણ કરી રહ્યા છે. દિલ્હીમાં તેમના સહયોગી કેજરીવાલ પણ તેમના પ્રત્યે પૂર્ણ સમર્થન જતાવે છે. પરંતુ અગ્નકન્યાની છબી માત્ર પશ્ચિમ બંગાળ સુધી જ સમેટાયેલી છે.

તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે ત્રીજા મોરચો ઉભો કરવાની કવાયત તો આદરી. પરંતુ બિનભાજપી મોરચાનું નેતૃત્વ કેસીઆરને મળે તેવી સંભાવના ઘણી ઓછી વર્તાઇ રહી છે. તેમનું રાજકીય સામ્રાજ્ય માત્ર તેલંગાણા સુધી સિમિત છે. આ ઉપરાંત તેલંગાણાને બાદ કરતા હિન્દી બેલ્ટ અને દક્ષિણના રાજ્યોમાં તેમનો કોઇ પ્રભાવ નથી. તેવામાં તેમના નામ સામે પણ સવાલો ઉઠી શકે છે.

અન્ય નેતાઓની વાત કરીએ તો અખિલેશ યાદવ અને માયાવતી પણ ઉત્તરપ્રદેશથી આગળ વધી શક્યા નથી. બિનભાજપી તરીકે નીતિશકુમાર એક એવો ચહેરો છે કે જે વિપક્ષનું નેતૃત્વ કરી શકે.પરંતુ નીતિશકુમારે પોતે જ ભાજપ સાથે હાથ મિલાવીને પીએમ પદના ઉમેદવારની વાતનો છેદ ઉડાવી દીધો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY