તુવેર ખરીદીના કેન્દ્રો શરૂ ન થતાં ખેડૂતોએ રેલી યોજી આવેદન ૫ત્ર પાઠવ્યુ

0
121

વડોદરા,
તા.૧૫/૦૩/૨૦૧૮

વડોદરા જિલ્લાના પાદરામાં તુવેર ખરીદીના કેન્દ્રો શરૂ ન થતાં ખેડૂતોએ રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પાદરા તાલુકાના ખેડૂતો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ ૫હોંચ્યા હતાં.

સરકાર દ્વારા પાદરા મોભા ગામે એપીએમસીમા ટેકાના ભાવે તુવેર કેન્દ્ર શરૂ ન કરતા ખેડૂતોમા ભારે રોષની લાગણી પ્રસરી ગઇ છે. પાદરા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં તુવેરનું ઉત્પાદન થાય છે. શનિવાર સુધીમા જા કેન્દ્ર નહી અપાય તો રવિવારના રોજ મુવાલ ચોકડી પાસે ભેગા મળી આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ખેડૂતોએ રોષભેર રજૂઆત કરતા જણાવ્યુ છે કે, આખા વડોદરા જિલ્લામાં આઠ તાલુકા પૈકી એક માત્ર પાદરા તાલુકામાં જ તુવેરનું ખરીદી કેન્દ્ર આ૫વામાં આવ્યુ નથી. ત્યારે આવો અન્યાય શા માટે ? તેવો વેધક સવાલ ખેડૂતોએ ઉઠાવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY