UNમાં ભારતના એમ્બેસેડર સૈયદ અકબરૂદ્દીનનું ટ્વિટર અકાઉન્ટ હેક

0
80

યુનાઇટેડ નેશન્સ (UN)માં ભારતના એમ્બેસેડર સૈયદ અકબરૂદ્દીનનું ટ્વિટર અકાઉન્ટ રવિવારે સવારે હેક કરવામાં આવ્યું. થોડીક વાર માટે અકબરૂદ્દીનના ટ્વિટર હેન્ડલ પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ અને ત્યાંના પ્રેસિડેન્ટ મમનૂન હસનનો ફોટો દેખાઇ રહ્યો હતો. આ દરમિયાન અકાઉન્ટ વેરિફાઇડ હોવાની સાઇન પણ જોવા મળી ન હતી. જોકે, થોડી વાર પછી ટ્વિટરે ઇન્ડિયન ડિપ્લોમેટ અકબરૂદ્દીનનું અકાઉન્ટ રિસ્ટોર કરી આપ્યું. હવે તેમાં વેરિફાઇડ સાઇન પણ દેખાવા લાગી છે.

પછીથી હટાવી લેવામાં આવ્યા ફોટોઝ

– ઘટના રવિવાર સવારની છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, સૈયદ અકબરૂદ્દીનનું અકાઉન્ટ પાકિસ્તાનમાં બેઠેલા હેકર્સે હેક કર્યું હતું.

– અકાઉન્ટ હેક કર્યા પછી તેમના હેન્ડલ પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ અને થોડીવાર પછી પાકિસ્તાનના પ્રેસિડેન્ટ મમનૂન હસનનો ફોટો દેખાઇ રહ્યો હતો. ખાસ વાત એ છે કે આ દરમિયાન સૈયદ અકબરૂબદ્દીનના અકાઉન્ટને વેરિફાઇડ દર્શાવતી બ્લુ સાઇન પણ ગાયબ થઇ ગઇ હતી.

– જોકે થોડીવાર પછી સૈયદનું ટ્વિટર હેન્ડલ વેરિફાઇડની સાઇન સાથે રિસ્ટોર કરી દેવામાં આવ્યું.
– ઉલ્લેખનીય છે કે સૈયદ અકબરૂદ્દીન યુએનમાં ભારતના પરમેનન્ટ રિપ્રેઝન્ટેટિવ છે. તેઓ વિદેશ મંત્રાલયના પ્રવક્તા પણ રહી ચૂક્યાં છે.

આવું પહેલીવાર નથી થયું

– પાકિસ્તાન તરફથી ભારતના સરકારી અધિકારીઓના ટ્વિટર અકાઉન્ટ હેક કરવાનો આ પહેલો મામલો નથી. ત્યાંથી આવી હરકતો પહેલા પણ થયેલી છે.

– 2016માં પાકિસ્તાન તરફથી ભારતની કુલ 199 સરકારી વેબસાઇટ્સ હેક કરવામાં આવી હતી. તેની જાણકારી મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ એટલે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતે સંસદમાં આપી હતી.

– 2013થી 2016ની વચ્ચે એટલે કે ત્રણ વર્ષમાં ભારત સરકાર સાથે જોડાયેલી કુલ 700 વેબસાઇટ્સ હેક કરવામાં આવી. તેમાંથી મોટાભાગનું હેકિંગ પાકિસ્તાનીઓએ કર્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY