ઉનાળામાં પાણીની ખેંચને લઇને શાકભાજીના ભાવમાં ઉછાળો

0
185

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાભરના ગામોમાં વસવાટ કરતાં રહીશો જીવનજરૂરીયાતની ચીજવસ્તુની ખરીદી કરવા નેત્રંગના બજારમાં આવતા હોય છે,જેમાં મુખ્યત્વે ગૃહિણીઓ અઠવાડીયામાં મંગળવારના દિવસે ભરાતાં હાટબજારમાં શાકભાજીની ખરીદી કરતાં હોય છે,તેમજ અવર-નવર બજારમાં આવેલી શાકભાજીની લાળીઓ પરથી પણ છુટક ખરીદી કરતાં હોય છે,જેમાં ગૃહિણીઓ માટે રસોડામાં રસોઇ માટે મુખ્ય સામાન શાકભાજી હોય છે,જ્યારે ગરમીની શરૂઆત થતાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે,લીલા શાકભાજીના ભાવમાં જંગી વધારો થયો છે,જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાતા ચિંતાતુર બની જવા પામી છે,

જેમાં નેત્રંગના બજારમાં શાકભાજીની લારી ચવાવતા દિપકભાઇ તડવી સાથે ટેલીફોનીક સંવાદમાં જાણવા મળ્યુ હતુ કે,ઉનાળામાં પાણીની ખેંચને લઇને અસમાનતા પેદા થવાથી શાકભાજીના ભાવમાં ઉછાળો થયો છે,તેમજ આવનાર દિવસોમાં જેમ-જેમ પાણીના સ્તરમાં ઘટાડો નોંધાતાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જણાઇ રહી છે,જેમાં પ્રતિ કિ.ગ્રામ તુવેરના ૮૦,ગુવારસીંગના ૬૦,ભીંડાના ૫૦,વટાણાના ૫૦, ચોરીના ૮૦,ફુલેવરના ૨૫,બટાકાના ૨૦,ટામેટાના ૨૦ અને આદુ-ધણાના ૫૦ રૂપિયાનો ભાવ જાણવા મળ્યો છે,

જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં તો હજી ઉનાળાની ભયંકર ગરમીની શરૂઆત થઇ છે,જ્યારે શાકભાજીના ભાવમાં ઉછાળો હોલસેલ માકઁટમાં પણ જોવા મળી રહ્યો છે,જ્યારે પુરૂષો પણ પોતાની કમાણી પર કાતર ફેરવતી મોંઘવારીથી હેરાન-પરેશાન થઇ ગયા છે,જ્યારે તાલુકાભરમાં બોર,મોટર અને કુવા સહિત જળસંગ્રાલયોમાં પાણીના સ્તરમાં સતત થઇ રહેલા ધરખમ ઘટાડાથી પીવાના શુધ્ધ પાણીની પણ અત્યારથી જ સમસ્યાઓ ઉદભવી છે,જેથી આમ પ્રજા ગરમીના પ્રકોપની સાથે વચ્ચે શેકાય જવા પામી છે,

દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ
મો નંબર :-૯૪૦૮૯૭૫૩૯૩

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY