ઉનાના જંગલમાં લાગી ભીષણ આગ, અનેક વૃક્ષો બળીને ખાખ

0
352

ઉના,
તા.૨૫/૦૩/૨૦૧૮

ઉના અને દીવ વચ્ચે આવેલા નાળિયા માંડવી ગામ નજીક બાવળના જંગલમાં આજે ભીષણ આગી છે. આગની જાણ થતા ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઇટર દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવાનું શરૂ કર્યું હતું. પરંતુ આગ મોટા વિસ્તારમાં પ્રસરતા મોટી સંખ્યામાં વૃક્ષો બળીને ખાક થઇ ગયા હતા.

બાવળના જંગલમાં આગ લાગતા મોટી સંખ્યામાં બાવળો બળીને ખાક થઇ ગયા હતા. એક તરફ આકરો તડકો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ત્રણ ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ ક્્યાં કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY