ના હોય…યૂપીમાં ખેડૂતોની વાર્ષિક આવક માત્ર ૪૮ રૂપિયા…!!?

0
78

હરદોઈ,તા.૨૮
દેશમાં ખેડૂતોની દુર્દશાથી બધા વાકેફ છે, પણ કોઈ ખેડૂતની મહિનાની આવક ફક્ત ૪ રૂપિયા હોય, તો આ વાત પર ભરોસો કરવો થોડો મુશ્કેલ થઈ જાય છે. પણ ખરેખર આવું જ છે અને આ વાતનો સરકારી પુરાવો પણ છે. હકીકતમાં ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના સંડીલા વિસ્તારમાં આવેલા ગામ અલ્લીપુરમાં રહેનાર એક ખેડૂત ચંદ્રિકા સિંહે તાજેતરમાં હરદોઈ જિલ્લામાંથી પોતાનો આવકનો દાખલો બનાવડાવ્યો છે. આ આવકના દાખલા અનુસાર, ખેડુત ચંદ્રિકા સિંહના પરિવારની કુલ માસિક આવક ૪ રૂપિયા છે અને કુલ વાર્ષિક આવક રૂપિયા ૪૮ છે.
નવાઈની વાત તો એ છે કે, આટલી ઓછી આવકથી ઘર ચલાવવું અશક્ય છે છતાંય તહસીલદાર પંકજ સક્સેનાએ આ આવક દાખલા પર સહી કરી છે. ખેડૂતનો આ આવક દાખલો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને ખેડૂતની આટલી ઓછી આવકને લઈ આશ્ચર્ય થઈ રહ્યો છે. જાકે, હરદોઈના જિલાધિકારી વિમલ અગ્રવાલે સંપૂર્ણ મામલે તપાસનો આદેશ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં ખેડૂતોનીસ્થિતિ ખૂબ જ કફોડી છે. ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે તમામ પ્રયત્નો કરવાનો દાવો કરવામાં આવી રહી છે પણ ગ્રાઉંડ લેવલ પર ખેડૂતોની આવકમાં સુધારો હજુ પણ થઈ શક્યા નથી.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY