યૂપી શર્મસાર,સીતાપુરમાં નાબાલિક સાથે સાત લોકોએ ગેંગરેપ કર્યો

0
63

સીતાપુર,
તા.૧/૪/૨૦૧૮

ઉત્તરપ્રદેશ સીતાપુરમાં નાબાલિક સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે. પીડિતા દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે ૭ લોકોએ એક પછી એક તેનો બળાત્કાર કર્યો. ગેંગરેપ ના ૬ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જયારે પોલીસ સાતમા આરોપીને શોધી રહી છે. આખી ઘટનાની ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને પોલીસ આખા મામલાની જાંચ કરી રહી છે. જાણકારી અનુસાર સીતાપુરના સંદના ચોકી વિસ્તારમાં મેળો જાવા ગયેલી કિશોરીને ૭ લોકો દ્વારા જબરજસ્તી પકડી લેવામાં આવી. જયારે કિશોરીના ભાઈએ તેમને રોક્યા તો તેની ખુબ જ ખરાબ રીતે પીટાઈ કરવામાં આવી. એસપી આનંદ કુલકર્ણી દ્વારા જણાવવામાં આવ્યું કે પીડિતાને મેડિકલ માટે મોકલી આપવામાં આવી છે.

કિશોરીની ઉમર લગભગ ૧૩ વર્ષ છે. ઘટના થયા પછી કિશોરી જયારે ઘરે પહોંચી ત્યારે તેને મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેની જાણકારી આપી. ઘટના વિશે જાણકારી મળતા જ એસપી ચોકી પોલીસ સાથે પહોંચી ગયા અને આખા મામલા વિશે તપાસ ચાલુ કરી દીધી. પોલીસે આ મામલે ધનુ, મનોજ, કામતા, ચંદુ, હિમાંશુ સહીત ૬ લોકોની ધરપકડ કરી છે. એસપી દ્વારા જણાવવામાં આવ્યું કે પીડિતા દ્વારા આપવામાં આવેલા નિવેદનને આધારે કેસ નોંધી તેની જાંચ કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY