લખનઉ,
તા.૨૫/૦૩/૨૦૧૮
યૂપી પોલીસે એન્કાઉન્ટરમાં ૧ લાખના ઈનામવાળા બદમાશ શ્રવણ ચૌધરીને ઠાર કર્યો
મુઝફ્ફરનગર, સહારનપુર અને ગાઝિયાબાદમાં પોલીસે અને બદમાશો વચ્ચે ઘર્ષણ થયું હતું,પોલીસ અને ગુનેગારો વચ્ચે અત્યારસુધીમાં ૧૩૩૯ અથડામણ થઈ છે જેમાં ૪૪ ઈનામી બદમાશોને ઠાર કરાયાં છે
યુપી પોલીસનું બદમાશો સામે એન્કાઉન્ટર ચાલી છે. શનિવાર અને રવિવારે પ્રદેશના અનેક જિલ્લાઓમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું. રવિવારે સવારે દિલ્હી સાથે જાડાયેલાં નોઈડામાં યુપી પોલીસે એન્કાઉન્ટર કરી એક લાખનો ઈનામી બદમાશ શ્રવણ ચૌધરીને ઠાર કરવામાં આવ્યો. તેના પર યુપી અને દિલ્હી પોલીસે ૫૦-૫૦ હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. નોઈડા પોલીસના જણાવ્યા મુજબ બદમાશની પાસેથી AK-૪૭ મળી આવી છે.
પર્થલા ગોળ ચક્કરની પાસે સવારે સાડા ૬ વાગ્યે એન્કાઉન્ટર થયું. પહેલાં બદમાશોએ ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો કર્યો, પોલીસે જવાબી કાર્યવાહીમાં બદમાશ શ્રવણ ચૌધરીને ગોળી લાગી જે બાદ તેનું મોત નિપજ્યું હતું. શ્રવણ એક સાથીની સાથે પર્થલા ચોકથી કોઈ ઘટનાને અંજામ દેવા જઈ રહ્યો હતો. સુચના મળતાં એડીજી ઝોન, નોઈડા એસએસએપી અને ક્રાઈમ બ્રાંચની ટીમે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બદમાશોએ
AK-૪૭ થી ફાયરિંગ શરૂ કર્યું જેમાં ત્રણ જવાન ઘાયલ થયાં હતા.
જવાબી કાર્યવાહીમાં શ્રવણ કુમારને ગોળી લાગી હતી. જિલ્લા હોસ્પીટલે લઈ જતાં સમયે તેનું મોત થયું હતું. નોઈડામાં આ સતત ત્રીજું એન્કાઉન્ટર હતું. આ પહેલાં શનિવારે મુઝફ્ફરનગર, સહારનપુર અને ગાઝિયાબાદમાં પોલીસે અને બદમાશો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં અનેક બદમાશો ઘાયલ થઈ ગયા હતા.
શનિવારની રાત્રે સહારનપુર જિલ્લામાં પોલીસ અને બદમાશ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં ૨૫ હજારનો ઈનામી બદમાશ એહસાન ઉર્ફે સલીમની ગોળી લાગી હતી અને તેનું મોત થઈ ગયું હતું. એહસાન વિરૂદ્ધ ચોરી, લૂંટ, હત્યા સહિત રેપના ૪૦ કેસ છે. પોલીસે બદમાશની પાસેથી લુંટ કરાયેલાં ૧ લાખ રોકડા, બાઈક અને ૯ એમએમની પિસ્તોલ જપ્ત કરી છે. જ્યારે કે તેનો એક સાથી ભાગવામાં સફળ રહ્યો છે.
જિલ્લાના તીતરો વિસ્તારમાં શનિવારે રાત્રે બાઈક સવાર બદમાશ એક ખેડૂતને ગોળી મારી એક લાખ રૂપિયા લૂંટીને ભાગી રહ્યાં હતા. સુચના મળતાં પોલીસે બદમાશોની ઘેરાબંધી કરી હતી.
ગ્રેટર નોઈડાના દાદરી વિસ્તારમાં ઘોડી બછેડા ગામની નજીક પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં જેના વિરૂદ્ધ ૨૫ હજારનું ઈનામ જાહેર કરાયું હતું તે આરોપી મનોજ ઘાયલ થઈ ગયો હતો. તેના વિરૂદ્ધ પણ એક ડઝનથી વધુ કેસ છે.
તો મુઝફ્ફરનગરના બૈલી ગામના જંગલોમાં પોલીસ અને બદમાશો વચ્ચે થયેલી અથડામણમાં ૧૦-૧૦ હજારના બે ઈનામી બદમાશને ગોળી લાગવાથી ઘાયલ થઈ ગયા હતા. બદમાશોની પાસેથી ૨ બંદૂક, ડઝન કારતૂસ અને લૂંટ કરેલી બાઈક મળી આવી હતી.
ADG ઝોન મેરઠ પ્રશાંત કુમારે જણાવ્યું કે બંને બદમાશો (મનોજ અને શ્રવણ)ની જાણકારી પોલીસને મળી હતી. શ્રવણ પર ૧ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. તેની પાસેથી લૂંટ કરવામાં આવેલી AK-૪૭ મળી આવી હતી. મારા ઝોનના અન્ય જિલ્લામાં પણ બદમાશો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"