ન્યુ દિલ્હી,
તા.૬/૩/૨૦૧૮
એકબીજાના નક્કર હરિફ બહુજન સમાજપાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં ગઠબંધન કરવાના હેવાલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ મહત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું છે કે તે કોઇની સાથે ગઠબંધન કરશે નહી. કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે તેના પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં અકીલા ઉતરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરે કહ્યું છે કે કોંગ્રેસે ફુલપુર અને ગૌરખપુર સંસદીય સીટ માટે યોજાનાર ચૂંટણી માટે પહેલાથી જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ અન્ય કોઇ પાર્ટી સાથે ગઠબંધન કરનાર નથી. કોંગ્રેસ પાર્ટી અન્ય પાર્ટીઓ વચ્ચે સહમતિથી બનેલા ગઠબંધન સામે એકલા હાથે લડશે. રાજ બબ્બરે કહ્યું હતુ કે તેઓ ઉત્તરપ્રદેશમાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવવામાં આવનાર નથી. તેમણે આ પ્રકારના હેવાલોને રદિયો આપ્યો હતો. સાથે સાથે કહ્યું હતુ કે કોંગ્રેસ પાર્ટી ગરીબ લોકોનો અવાજ ઉઠાવનાર છે.
ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફુલપુર લોકસભા પેટા ચૂંટણીને લઇને બંને પાર્ટીઓએ હાથ મિલાવી લીધા છે. આ ઉપરાંત રાજ્યસભા ચૂંટણીમાં પણ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવાની માયાવતીએ જાહેરાત કરી છે. ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર ૧૧મી માર્ચના દિવસે મતદાન યોજાશે. ૧૪મી માર્ચના દિવસે મતગણતરી થશે. બંને સીટો ભાજપ માટે મહત્વપૂર્ણ છે. કારણ કે, ગોરખપુરથી વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ફુલપુરમાંથી ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય સાંસદ હતા. આ બંનેના રાજીનામા બાદ બંને સીટો ખાલી થઇ હતી. હવે પેટાચૂંટણીને લઇને ચર્ચા છે. ભાજપને હાર આપવા માટે બહુજન સમાજ પાર્ટીએ તેનાતીવ્ર વિરોધી સમાજવાદી પાર્ટીનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની હાલત ખુબ જ કફોડી બનેલી છે. બંને પાર્ટીઓ ભાજપની સામે ફેંકાઈ ચુકી છે. ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર પેટા ચૂંટણીમાં બંને પાર્ટીએ હાથ મિલાવી લીધા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"