ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામેથી ગત રાત્રિના ગેરકાયદેસર રેતી ચોરી પકડી પાડતી ઉપલેટા પોલીસ

0
968

ઉપલેટા શહેર તથા તાલુકામાં રેતી ચોરીમાં ખનીજ માફિયાઓએ માઝા મૂકી છે ત્યારે ઉપલેટા પીઆઈ એલ.એલ. ભટ્ટ દ્વારા આવા તત્વો સામે સખ્ત પગલાં ભરવામાં આવી રહ્યા છે. રેતીના ઓવરલોડ ટ્રેક્ટરો અને ડમ્પરો રોયલ્ટી વગરના ભરીને જતા હોય છે. જેના ભાગરૂપે ગત રાત્રિના તા. ૨૯/૬/૨૦૧૮ ને શુક્રવારના રોજ ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામની સીમની ભાદર નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી કરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા ત્રણ ટ્રેક્ટર અને એક લોડર જે બધાજ આગળ-પાછળ નંબર પ્લેટ વગરના ઝડપી પાડી રૂપિયા ૧૨,૦૨,૭૫૦/- (રૂપિયા બાર લાખ, બે હજાર, સાતસો પચાસ) ના મુદ્દામાલ સાથે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ખાતાકીય કાર્યવાહી હાથ ધરેલ છે. આ દરોડામાં ઉપલેટા પીઆઈ ભટ્ટ, પો.હે.કો. રમેશભાઈ બોદર, મનેશભાઈ પરમાર તથા પો.કો.કૌશિકભાઈ જોષી, યુવરાજસિંહ જાડેજા જોડાયેલ હતા.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
             9979291598             7016006334

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY