વાશિંગ્ટન,
તા.૨૦/૪/૨૦૧૮
આઈએમએફના પ્રમુખની મોદીને સલાહ
જમ્મુ-કાશ્મીરમાં આઠ વર્ષની બાળકી સાથે દૂષ્કર્મ બાદ તેની હત્યાને આંતરરાષ્ટીય મુદ્રા કોષ (આઇએમએફ)ના પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડે ‘વીભત્સ’ કહ્યું હતું. તે સાથે ક્રિસ્ટને આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતીય અધિકારીઓ આ મામલે વધુ ધ્યાન આપે.
ક્રિસ્ટન લગાર્ડે ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે જમ્મૂ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દૂષ્કર્મ મામલે દેશભરમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. આ મામલે કડક કાર્યવાહી માટે દેશભરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.
આઇએમએફના પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડે કહ્યું ભારતમાં જે પણ કાંઇ થઇ રહ્યું છે તે વીભત્સ છે. મને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અધિકારીઓ આ મામલે ધ્યાન આપે. લગાર્ડે કહ્યું હું જ્યારે દાવોસમાં હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ મે કહ્યું હતું ભારતની મહિલાઓ માટે પુરતો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ સાથે લગાર્ડે સ્પષ્ટ કર્યું કે આ આઇએમએફનું નહી પરંતુ મારુ અંગત સૂચન છે. ભારતના રાષ્ટપતિ રામનાથ કોવિંદે પણ આ મામલે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"