વડાપ્રધાને પાક સુરક્ષા વીમા યોજનામાં ખેડૂતોને ખરાબરીતે ઠગ્યા છે : રાહુલ ગાંધી

0
108

બેંગ્લુરુ,
તા.૩/૫/૨૦૧૮

કર્ણાટક ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ અધ્યક્ષે મોદીને આડે હાથ લીધા

કર્ણાટકના ખેડૂતો માટે કેન્દ્રએ કાંઈ નથી કર્યું,ભ્રષ્ટાચાર પર પીએમનું વલણ બેવડું કેમ?

દક્ષિણ ભારતના પ્રવેશ દ્વાર ગણાતા કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર પણ જારશોરથી જાવા મળી રહ્યો છે. કર્ણાટકમાં ગુરૂવારે રેલીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. એક તરફ જ્યાં ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સભા સંબોધી રહ્યાં છે, તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર અને ભાજપને આડે હાથ લઈ રહ્યાં છે. રાહુલ ગાંધી કર્ણાટકના ઔરાદમાં એક જનસભા સંબોધતા કહ્યું કે જ્યારે પણ મોદી ગભરાય છે તેઓ લોકો પર વ્યક્તગત હુમલાઓ કરે છે. આ મારા અને તેમના વિચારમાં અંતર છે. હું મારા દેશના વડાપ્રધાન પર ક્યારેય વ્યક્તગત અટેક નહીં કરું. આગામી બે દિવસ સુધી તેઓ કર્ણાટકમાં જ રહેશે. કર્ણાટકમાં વિધાનસભાની ૨૨૪ સીટો પર ૧૨ મેનાં રોજ મતદાન છે, જ્યારે કે મત ગણતરી ૧૫ મેનાં રોજ થશે.

રાહુલે કહ્યું, “હું એક ભારતીય છું અને તેથી વડાપ્રધાનને સવાલ જરૂરથી પૂછીશ કે તમે કર્ણાટકમાં આવો છો અને ભ્રષ્ટાચારના મુદ્દે સવાલો ઉઠાવો છે પરંતુ તમે એક ભ્રષ્ટ વ્યક્તને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે.” કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, “તમે જનતાને લાઈનમાં ઊભી રાખી, પૈસા છિનવ્યાં. થોડાંક માસ પહેલાં જ નીરવ મોદી ત્રીસ હજાર કરોડ રૂપિયા જનતાના પૈસા લઈને ભાગી ગયો. પરંતુ તમે નીરવ મોદી વિશે કંઈજ ન બોલ્યાં. તમે મારો મજાક ઉડાવ્યો, પરંતુ મારા સવાલનો જવાબ ન આપ્યો.”

રાહુલ ગાંધીએ કહ્યું કે, “અમિત શાહના પુત્રએ ચોરી કરી, સીધી વાત છે. તમે તમારા મિત્રના પુત્ર પર કંઈજ ન બોલો. શોલેમાં ગબ્બર સિંહ હતો. તમે ગબ્બર સિંહ ટેક્સ લાવ્યાં. કર્ણાટકમાં તમે ગબ્બર ગેંગ, સાંભા તમામને લાવ્યાં. રેડ્ડી ગેંગ લાવ્યાં અને ભ્રષ્ટાચારની વાત કરો છે. આવું બેવડું વલણ કઈ રીતે ચાલશે.”

કર્ણાટક આવતાં પહેલાં જ રાહુલ ગાંધીએ ગુરૂવારે નરેન્દ્ર મોદીના તે આરોપનો જવાબ આપ્યો છે જેમાં તેઓએ સિદ્ધારમૈયા સરકાર પર ખેડૂતો પ્રત્યે ઉદાસીન વલણ અપનાવવાની વાત કરી હતી. રાહુલે કહ્યું કે કેન્દ્રએ રાજ્યના ખેડૂતો માટે કંઈજ નથી કર્યું. તેઓએ આ અંગેનું એક રિપોર્ટ કાર્ડ પણ જાહેર કર્યું, જેમાં મોદી સરકારને હ્લ ગ્રેડ આપ્યો. બુધવારે ઁસ્ મોદીએ નમો એપની મદદથી પાર્ટીના ખેડૂત મોરચાના કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, “વડાપ્રધાન વીમા યોજનાનો ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી. આની મદદથી ખાનગી વીમા કંપનીઓ મોટો નફો મેળવી રહી છે અને ખેડૂતો પરેશાન છે.” કર્ણાટક કોંગ્રેસ સરકારે ખેડૂતોને ૮૫૦૦ કરોડનું દેવું માફ કર્યું જેમાં કેન્દ્રનું કોઈજ યોગદાન નથી. રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકારે પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં પણ કોઈ જ યોગદાન નથી આપ્યું. આ ટ્‌વીટ ખરીફના ૧૨ પાકનો ઉલ્લેખ પણ કર્યો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY