વડોદરામાં એમડી ફિઝિશિયન સહિત ૭નાં કોરોનાથી મોત, નવા ૬૮ કેસ મળ્યા

0
50

 

વડોદરા,તા.૧૦
કોરોનાની સારવાર લેતા ૧૫ સિનિયર સિટિઝન્સનના મોત બાદ ગુરુવારે વાઘોડિયા રોડના એમ ડી ફિઝિશિયન તબીબ સહિત વધુ ૭ના મોતના પગલે બે જ દિવસમાં શહેરમાં કોરોના મૃતકોની સંખ્યા ૨૨ પર પહોંચી ગઇ છે. બીજી તરફ રેકોર્ડબ્રેક ૬૮ પોઝિટિવ કેસો પણ શહેરમાં નોંધાતા કુલ પોઝિટિવનો આંક ૨,૮૫૩ પર પહોચી ગયો છે. ગુરુવારે સંગમ વિસ્તારના એક ફોટોગ્રાફરનું અને મદનઝાંપા રોડ વિસ્તારમાં મોટર વાઇન્ડિંગ અને રિપેરિંગ કામ કરતા આધેડનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વડોદરા બહારના પણ શહેરમાં આવીને કોરોનાની સારવાર લઇ રહેલા બે દર્દીઓના પણ મોત નિપજ્યાં હતા.
વડોદરા જિલ્લાના સાવલીના નાની ભાડોલનો ૪૩ વર્ષીય પુરુષ જે કીડની અને અન્ય બીમારીઓથી પિડાતો હતો તે એસએસજી હોસ્પિટલમાં દાખલ થયો હતો, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો પણ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઉપરાંત પાદરાના ૭૬ વર્ષના એક વૃદ્ધનું પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોત નિપજ્યું હતું. તે જેતલપુરની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ હતો. જયાં સારવાર દરમિયાન મોત થયું હતું.
વાધોડિયા રોડની નારાયણ સ્કૂલ પાસેના આદિત્ય ઓર્બિટ ખાતે રહેતા ૪૬ વર્ષીય તબીબ ડો. અમીત શાહનું મોત નિપજ્યું હતું. તેઓ આ જ વિસ્તારની સવિતા હોસ્પિટલમાં સોમવારથી સારવાર લઇ રહ્યાં હતા. ગુરુવારે સવારે ૮.૩૦ કલાકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબે કોરોનાના પગલે પોતાનું ક્લિનિક બંધ કર્યું હતું. તેઓ પાણીગેટ વિસ્તારની એક સરકારી હોસ્પિટલ અને વાઘોડિયા રોડની એક ખાનગી હોસ્પિટલમાં સેવા આપી રહ્યાં હતા. દરમિયાન કોઇ પોઝિટિવ વ્યક્તિનો ચેપ તેમને લાગી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY