દુકાનના તગડા ભાડાની લાલચમાં શખ્સે ગુમાવ્યા ૮૧ હજાર, ફરિયાદ

0
53

વડોદરા,તા.૧૦
આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ માટે દુકાનનું તગડું ભાડું આપવાની લાલચ આપી અમદાવાદના ભેજાબાજે દુકાન માલિક પાસેથી ૮૧ હજાર રૂપિયા કમિશન પેટે ખંખેરી લેતા કારેલીબાગ પોલીસે છેતરપિંડીનો ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ગાંધીગ્રામ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા અજીતભાઈ પિત્રોડાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, જીવન ભારતી સ્કૂલ સામે તેમની દુકાન આવેલી છે.
વર્ષ ૨૦૧૯ દરમિયાન અમદાવાદના વસંત ચોક ખાતે રહેતા કલ્પેશ કોલંબેકરએ મને જણાવ્યું હતું કે, હું તમારી દુકાન તગડા ભાડે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ માટે સેટિંગ કરી આપીશ. જેથી મે તેઓને ટુકડે ટુકડે ૮૧,૫૦૦ રૂપિયા કમિશન પેટે આપ્યા હતા, ત્યારબાદ પોતે છેતરાયાની જાણ થતાં દુકાનના માલિકે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે ભેજાબાજની શોધખોળ હાથ ઘરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY