યુવકે સુશાંતની જેમ ઇન્સ્ટા પર પોસ્ટ મૂકી કર્યો આપઘાત

0
133

વડોદરા,તા.૧૦
ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાની માતા વિશે જે પોસ્ટ કરીને પછી આપઘાત કર્યો હતો. તેવી જ રીતે વડોદરાના ૨૮ વર્ષના એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જીવન ટૂંકાવી દીધું છે. ચાર દિવસ પછી જે પુત્રની સગાઈ થવાની ખુશીઓ પરિવારજનોમાં હતી તે જ પુત્રનું અપમૃત્યુ થવાથી પરિવાર શોકાતુર બની ગયો છે. જો કે યુવકના આપઘાતનું રહસ્ય હજીય અકબંધ જ છે. જૂના પાદરા રોડના ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતો મીત આશિષભાઈ પટેલ મલ્ટિનેશનલ કંપની કોલાબરામાં મેનેજર હતો. માતા પિતા સાથે રહેતા ૨૮ વર્ષના મીતનું લવ કમ એરેન્જ મેરેજ આજ કંપનીમાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની યુવતી સાથે નક્કી થયું હતુ. અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચાર દિવસ પછી જ બંનેની સગાઈ હતી.
ગત રાત્રે મમ્મી સાથે મહેમાનોની યાદી બનાવવાની વાત મીતે કરી હતી. પરંતુ મીતની માતાએ હમણા મૂડ નથી આવતીકાલે કરીશું તેવું કહેતા મીત પોતાની રૂમમાં જઈને કોમ્પ્યુટર પર પોતાનું કામ કરવા બેસી ગયો હતો. મોડીરાત્રે એક વાગ્યે મીતની મમ્મીએ પુત્રને એવું પણ કીધું કે બેટા સૂઇ જા બહું મોડુ થઇ ગયું છે. બાદમાં મીતે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. રાત્રે દોઢ વાગ્યે મીતની ફિયાન્સીનો પણ મીત પર કોલ આવ્યો હતો અને કેમ હજી જાગે છે? તેવું પૂછયું હતું મીતે જવાબ આપ્યો હતો કે, બસ કામ કરૂ છું. હવે સૂઇ જઉ છું. ત્યારબાદ સવારે સાડા છ વાગ્યે ફિયાન્સીએ જોયું તો મીતના ઇન્સ્ટાગ્રામ પર અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સ્યૂસાઇડ કરતા પૂર્વે જે રીતની પોસ્ટ કરી હતી તેવી જ પોસ્ટ મીતે કરી હતી.
જેથી ગભરાઇ ગયેલી ફિયાન્સીએ મીતને ફોલ કર્યો હતો. પરંતુ, મીતે કોલ રિસિવ ના કર્યો. જેથી ફિયાન્સીએ મીતની માતા અને અન્ય મિત્રોને કોલ કર્યો હતો. અને મીતના ઘરે દોડી ગઇ હતી. મીતના રૂમનો દરવાજો અંદરથી બંધ હોઇ દરવાજો તોડીને જોતા મીત પંખા પર લટકતો હતો. મીતે સ્યૂસાઇડ કરતા પૂર્વે કોઇ અંતિમ ચિઠ્ઠી લખી ન હતી. જેથી જે.પી. રોડ પોલીસ મથકના એએસઆઇ શ્રીકાંત જોશીએ મીતના મોબાઇલ ફોનના મેસેજનો ઝીણવટભર્યો અભ્યાસ શરૂ કર્યો છે. જોકે હજી સુધી મીતના આપઘાતનું કારણ જાણી શકાયુ નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY