વડોદરામાં રાત્રે ચાલતા લારી-ગલ્લા બંધ કરાવવા ગયેલા મહિલા પીએસઆઈ પર જીવલેણ હુમલો

0
438

વડોદરા,
તા.૯/૫/૨૦૧૮

રિવોલ્વર ખેંચવાનો પણ પ્રયાસ કરાયો

શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા દૂધવાળા મહોલ્લા પાસે મધરાત સુધી ચાલુ રહેતી ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા સ્ટાફ સાથે ગયેલ મહિલા પી.એસ.આઇ. ઉપર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત મહિલા પી.એસ.આઇની રિવોલ્વર ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ થઇ ગયેલા પોલીસ અધિકારીને સયાજી હોસ્પટલમાં લઇ જવાયા હતા. આ ઘટનાની જાણ થતાં હોસ્પટલ પહોંચેલા મડિયા કર્મીઓ અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી.

વડોદરા શહેરના ન્યાય મંદિર દૂધવાળા મહોલ્લામાં પાસે મોડીરાત સુધી ખાણી-પીણીની લારીઓ ચાલુ રહે છે. મંગળવારે રાત્રે વાડી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. એસ.જે. તોમર સ્ટાફ સાથે લારીઓ બંધ કરાવવા માટે ગયા હતા. પોલીસે લારીઓ બંધ કરાવવા માટે જણાવતાજ મામલો ઉગ્ર બની ગયો હતો. સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. મામલો ઉગ્ર બની ગયો હોવા છતાં પોલીસે લારીઓ બંધ કરાવવા માટે સત્તા અને બળનો ઉપયોગ કરતા લોકો રોષે ભરાયા હતા. અને ટોળા પૈકી કોઇ એક વ્યક્તએ મહિલા પી.એસ.આઇ. એસ.જે. તોમરના માથામાં લાકડીનો ફટકો મારતા નાસભાગ મચી ગઇ હતી. બીજી બાજુ ઇજા પામેલ મહિલા પી,એસ.આઇ.ને તુરતજ પોલીસ જીપમાં સયાજી હોસ્પટલમાં લઇ જવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં વર્ષોથી પોલીસ તંત્રની સાંજ પછીના ખાણી-પીણીનો ધંધો કરતા લારીઓવાળાઓ ઉપર બેવડી નિતી રહી છે. પરિણામે અવાર-નવાર તોફાન થતાં હોય છે. જેમાં પોલીસ તંત્રને ભોગ બનવું પડે છે. એટલે કે પોલીસને હાથના કર્યા હૈયૈ વાગ્યા..જેવો ઘાટ થાય છે. પોલીસ તંત્ર સમગ્ર વડોદરા શહેરમાં રાત્રે ૧૧ વાગ્યાના ટકોરે લારીઓ બંધ કરાવી દે છે. જ્યારે યાકુતપુરા, ભદ્રકચેરી પાણીગેટ, ન્યાય મંદિર દૂધવાળા મહોલ્લામાં મોડી રાત સુધી લારીઓ ખુલ્લી રહેતી હોય છે. છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY