વડોદરા ના વરસડામાં માત્ર એક રૂપિયા માં સમૂહ લગ્ન નો લાભ મળ્યો

0
326

ગતરોજ વરસાડા પોર ઇટોલા રોડ ઉપર મેલડી માતાજી મંદિર આવેલ છે અને મંદિર ના મહંત ગોવિંદ બાપુ તથા મેલડી માતાજી ના મંદિર ના સેવકો દ્વ્રારા માત્ર એક રૂપિયામાં સમૂહ લગ્ન તથા ભંડારો આયોજન કરવામાં આવ્યું હતું.અને ૪૧ યુગલ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અને વહેલી સવારે ઇટોલા થી મેલડી માતાજી ના મંદિરે યુગલ યુગલો ને ડીજે ના તાલે વરગોળો કાઢવામાં આવ્યો હતો. રાત્રી દરમિયાન લોકગાયક કમલેશ બારોટ અને વિક્રમ ચૌહાણ ના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર મહંત ગોવિંદ બાપુ ના કહેવા પ્રમાણે હવે પછી દરવર્ષે આવાજ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવશે. આ સુમહ લગ્ન માં આર્શિવાદ આપવા માટે જય હો ના પ્રમુખ દેવાભાઈ તથા વરસાડા ગ્રામ પંચાયત સરપંચ વિજય ભાઈ ભાઈલાલ ભાઈ પટેલ ઈશ્વર ભાઈ પા. વા. વરનામાં ગામ ના અરવિંદ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.રાત્રી દરમિયાન કમલેશ બારોટ અને દિલો કી રાની સુપર સ્ટાર વિક્રમ ચૌહાણ ડાયરા ની રમઝટ બોલાવી હતી. કરજણ શિનોર ના ધારાસભ્ય અક્ષય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્ન કરાવવા બદલ મેલડી માતાજી મંદિર ના મહંત ગોવિંદ બાપુ ને અભિનંદન પાઠવ્યા હતા. ભંડારા દરમિયાન પોર નવીનગરી ભાથુજી યુવક મંડળ તથા જય હો ના તમામ સભ્યો દ્વારા દિવસ દરમિયાન પીરસવાની સેવા આપવામાં આવી હતી. ગોવિંદ બાપુ એ પણ આભાર માન્યો હતો.

હિતેશ પટેલ-પોર
મો.૯૭૧૨૫૪૩૧૯૪

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY