પ્રાપ્ત વિગતોનુસાર વડસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ઉદ્યોગોના પ્રદૂષિત પ્રવાહીનો નિકાલ કરવાનું ષડયંત્ર ચાલતું હતું જેની જાણ વડોદરા શહેર પોલીસ કમિશનરને થતા તેમની સુચના અને દોરવણીમાં વડોદરા એસ.ઓ.જી ની ટીમે ગત મંગળવારે બપોરે નદી કિનારાની ખુલ્લી જગ્યામાં શેડ બનાવી તેમાં ટેન્કર પાર્ક કરી કોઈને ગંધ ન જાય તે રીતે દૂષિત પ્રવાહીનો નિકાલ કરાતો હતો જે બાબતે એસઓજીની ટીમે નવતર પ્રયોગ કરી ટેમ્પોના પાછલા ભાગમાં બેસી જઈ સ્થળ પર પહોંચી રેડ કરી હતી ,જે દરમિયાન આ કૃત્ય આચરનારા ભાગી ગયેલ જે બાબતે ગુનો નોંધી કસુરવારોની તપાસ કરવામાં આવી રહી છે. કાયદાની જુદી-જુદી કલમો સહિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના નિરજ પટેલે પણ આ બાબતની ફરિયાદ તેમજ આગળની કાર્યવાહી યુદ્ધના ધોરણે આરંભી છે. વડોદરા આસપાસ હાલોલ અને અન્ય ઉદ્યોગો પ્રદૂષિત પાણી અને વેસ્ટ અગાઉ પણ દંતેશ્વરના તળાવમાં છોડતા પકડાયું હતું. કાયદાના રક્ષકોની સાથે-સાથે આવા ગેરકાયદેસર કૃત્ય કરનારાઓની હિંમત તો જુઓ કે શહેરની આસપાસ જ આવા ગોરખધંધા ચાલુ થાય છે ત્યારે આમાં કોઈ ચોક્કસ મોટા માથા ના મેળાપીપણામાં આ ધંધા થતા હોવાનું લોકમુખે ચર્ચાઇ છે
અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરે આવા જ એક ટેન્કર મા પાનોલી થી વેસ્ટવોટર ભરી સુરત શહેરમાં ખાલી કરવામાં આવતું હતું તે ટેન્ક નું આર.ટી.ઓ રજિસ્ટેશન કેન્સલ કરવા માટેની નોટિસ મહેસાણા આરટીઓને મોકલી આપેલ .આમ જોવા જઈએ તો જાહેર હિત અને પર્યાવરણને નુકસાન કરતાં આવા સફેદપોશ ગુનેગારોને ઝબ્બે કરી તેમની કરતૂતો ને લાવવાનું સમય પાકી ગયો છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ની સાથે-સાથે પોલીસ પણ આ રીતે જાગ્રત બની રેડ કરે એ આવકારદાયક છે .માત્ર દારૂ-જુગાર પકડી ખુશ થવાને બદલે આવા પ્રજાકીય કામો જ્યારે પોલીસ કરતી હોય ત્યારે તેની સરાહના કરવી પણ એટલી જ આવશ્યક છે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"