વાગરાના પુર્વ ધારાસભ્ય ઈકબાલ પટેલનું નિધન

0
358

પાંત્રીસ વર્ષ થી સક્રિય રાજકારણમાં રહી સતત કોંગ્રેસ અને વાગરા મતવિસ્તાર ની સેવા કર્યા બાદ  આજ રોજ મુંબઇ ખાતે આવેલ સૈફી હોસ્પિટલ માં બપોરે બાર કલાકે લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું હતું જેઓ વિધાનસભાના મુખ્યદંડક ની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે જયારે આખા ભરૂચમાંથી કોંગ્રેસનો સફાયો થયો હતો ત્યારે ઈકબાલભાઈ એ કોંગ્રેસ નું જિલ્લા માં અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું અત્રે ઉલ્લેખનીય છેકે ઈકબાલ પટેલ મળતાવડા સ્વભાવના અને લોક પ્રશ્નોને વાચા આપનાર રહ્યા હતા તેઓ ના નિધન થી ભરૂચ સહિત ગુજરાતભર ના કોંગ્રેસી કાર્યકર્તાઓ માં ઘેરા શોક નું મોજું ફરી વળ્યું છે .જેઓ ના નિધન થી ભરૂચ કોંગ્રેસે પાયા નો સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો છે.સ્વર્ગસ્થ ની અંતિમ ક્રિયા(જનાજો-દફન) તેમ ના વતન દેરોલ મુકામે આજે રાત્રે 11 કલાકે કરવામાં આવનાર છે
અત્રે એ ઉલેખનિય છે કે આ લખાય છે ત્યારે જિલ્લા ના કોંગ્રેસ ના કાર્યકર્તા ઓ દેરોલ મુકામે સ્વર્ગસ્થ ના અંતિમ દર્શન માટે ભેગા થઈ રયા છે.

મરહુમ ઇકબાલ ભાઈ ના નિધન થી ભરૂચ ના રાજ્ય સભા ના સાંસદ  એહમદભાઈ પટેલે શોક સંદેશો પાઠવી ઘેર દુઃખ ની લાગણી વ્યક્ત કરી હોય તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY