નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં પ્રેમીઓ ના પ્રેમમાં પરિવાર આડખીલીરૂપ બનતા પ્રેમિયોએ ફાંસો ખાધો

0
239

માત્ર પંદર વર્ષ ની દીકરી ને પચીસ વર્ષ ના યુવાન સાથે પ્રેમ થતા દીકરીના પરિવારે ના પાડતા સાથે મારવાાનો નિર્ણય લીધો

પરિવારે પ્રેમ માં પંચર પાડતા દીકરી છેલ્લા ચારેક દિવસ થી પ્રતાપપરા ગામે સંબંધીને ત્યાં જતી રહી હતી એ આજે બપોરે વાઘેથા આવી બંંને એ જાંબુડાના વૃક્ષ પર ફાસો ખાતા મોત

રાજપીપળા:
નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના વાઘેથા ગામે શનિવાારે બપોરે બે પ્રેમીઓએ એકજ ઝાડ પર સાથે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી

 

પ્રાપ્ત માહિતી અનુસાર વાઘેથા ગામમાંં રહેતી સેજલ અશ્વિનભાાઈ વસાવા (15) ને ઘણા સમય થી ગામનાજ દિપક શાંતિલાલ વસાવાા (25) નામના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને એ એક બીજા સાથે જીવવાના કોલ આપ્યા હતા પરંતુ એકજ જાત ના હોવા છતાં યુવાન ની ઉંમર કે અન્ય કોઈ કારણે સેજલ ના પરિવારે દિપક સાથે લગ્ન કરવાની ના પાડતા ઘણા દિવસ થી સેજલ ને એના ઘર માં માથાકૂટ ચાલતી હતી છતાં પરિવાર ના સભ્યો એક ના બે ન થતા સેજલ છેલ્લા ચારેક દિવસ થી ઘર માં ઝઘડો કરી નજીક ના પ્રતાપપરા ગામમાં રહેતા એમના એક સંબંધીને ત્યાં રિસાઈને જતી રહી હતી જોકે પરિવાર ને સેજલ ક્યાં છે એ વાતની જાણ હતી માટે ત્યાં રહેવા દીધી હતી પરંતુ પ્રેમ આંધળો હોય એ કેહવત મુજબ સેજલ અને દીપકે આપેલા સાથે જીવવાના કોલ માં આમ સેજલ નું પરિવાર આડખીલીરૂપ બનતા આખરે બંને પ્રેમિયો એ સાથે મારવાનું નક્કી કર્યું હશે એમ આજે શનિવારે બપોરે સેજલ એના સંબંધીને ત્યાંથી પોતાના ગામ વાઘેથા આવી અને વાઘેથા ગામની સીમમાં આવેલા જાંબુડા ના ઝાડ પર બંને પ્રેમિયો એ ફાંસો ખાઈ જીવન ટુંકાવતા આ વાત વાયુવેગે ગામમાં ફેલાતા ત્યાં લોકટોળા એકઠા થયા હતા ત્યાર બાદ આમલેથા પોલીસ ને જાણ થતા પી એસ આઈ જે આર ગામીત તાત્કાલિક ઘટના સ્થળે પોહચી બંને ના મૃતદેહો નું પંચનામું કરી રાજપીપલા સિવિલ ખાતે પી એમ માટે મોકલ્યા હતા આમ એક પ્રેમ કહાનીનો કરુંણ અંત આવ્યો હતો

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY