વાગરા તાલુકાના નાંડિદા ગામતળ માં આવેલ તળાવ ગેરકાયદેસર રીતે ઊંડું ખોદકામ કરાતાં ગુજરાત હાઈકોર્ટ દ્રારા સચિવ,જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત હજાર થવા હુકમ કર્યો…..

0
140

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ નાંડિદા ગામતળ માં આવેલ તળાવ સર્વે નંબર ૫૪૭ અને સર્વે નંબર ૧૬૭ તથા ગામના ખેડૂતોના ખેતરોના પાણી નિકાલ ના કંસની માટી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહેલા હોવાથી ગામના આગેવાન બળવંતસિંહ વિજયસિંહ પરમાર અને ગ્રામજનો દ્રારા સમગ્ર મામલામાં અગાઉના નાંડિદા ગામ ઉપર તળાવ ખોદકામ બાબતે ધરણાનો કાર્યક્રમ પણ કરેલ હતો તેમજ

આ અંગે ભરૂચ કલેકટર તથા સચિવ, મુખ્યમંત્રી અને ખાણ ખનીજ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરેલ જેની આજ દિન સુધી કોઈ તપાસ થયેલ નથી કે કોઈ જવાબ પણ આપવામાં આવેલ નથી તેમજ આ માટી ખોદકામ અંગે ગ્રામજનોને સરકારી તંત્ર દ્વારા કોઈ સાથ-સહકાર મળેલ નથી અને વાગરા પોલીસ દ્વારા પણ તેઓને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.

આ માટી ખોદકામ સ્થળ પર આવી જોવામાં આવે તો વરસાદી પાણીના નિકાલના તેમજ તળાવ કેટલા ઊંડા ઉતારી દેવામાં આવેલ છે તે જોવા મળશે આ તળાવની ઊંડાઇ તેમજ કાંસની ઊંડાઈ જોઈએ તો કોઈ માણસ પડે તો જીવતો બહાર નીકળે તેમ છે એટલા ઊંડાઈમાં ખોદવામાં આવેલા છે અને આ ખોદકામ કરી કાઢેલી માટી પણ પ્રાઈવેટ કંપનીની વેચાણ આપી દેવામાં આવે છે.

આ માટી ખોદકામથી ગામની સીમને ભવિષ્યમાં નુકશાન થાય તેમ હોવાથ ગ્રામજનો દ્વારા આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવેલ હતી.

જે અંગે ગુજરાત હાઈકોર્ટ દ્રારા સચિવ મહેસૂલ વિભાગ સેક્રેટરી, ભરૂચ કલેકટર,ભરૂચ ડી.ડી.ઓ b મામલતદાર ભરૂચ,નાંડિદા
સરપંચ, જીતુ પટેલ, પ્રહલાદ રતિલાલ સોલંકીના વિરોધમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામને નોટિસ મોકલી અને તેઓને નામદાર કોર્ટ હાઇકોર્ટમાં હાજર રહેવા આદેશ કરેલ છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY