વાગરાના વિલાયત ગામે જૂની અદાવતે હિંસક હુમલો

0
121

પ્રાપ્ત વિગત અનુસાર વાગરા તાલુકાના વિલાયત ગામે ઓડ ફળીયામાં રહેતા યાકુબ સાદર સૈયદ(ઉ.વર્ષ.૪૫)તા.૨૪મીના રોજ તેમના ઘરે હતા. દરમિયાન અગાઉના જુના ઝઘડાની રીસ રાખી તેમના જ પિતરાઇનો દિકરો ગમેતેમ ગાળો ભાંડતો હોઇ તેને તેમ ન કરવા કહેતા બાજુમાં જ રહેતા અબ્દુલ અકબર,સરફરાઝ સબ્બીર,શાહિલ શોકત તથા અન્ય માણસો અચાનક લોખંડના પાવડા અને લાકડી સાથે ધસી આવી હૂમલો કરતા આ હૂમલામાં યાકુબ સૈયદને માથે,હાથે તેમજ શરીરે ઇજાઓ પહોંચતા તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પીટલ લવાયા હતા.આ બનાવની જાણ વાગરા પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY