ભરૂચ જિલ્લા પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ૨૯મું માર્ગ સલામતી સપ્તાહ -૨૦૧૮ નો શુભારંભ કરાયો

0
303

ભરૂચ:

ભરૂચ જિલ્લા પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ રેલ્વે સ્ટેશન ની બહાર ૨૯મું માર્ગ સલામતી સપ્તાહ -૨૦૧૮ નો શુભારંભ કરાયો હતો. તારીખ ૨૯/૧/૨૦૧૮ થી ૪/૧/૨૦૧૮ સુધી ચાલનાર માર્ગ સલામતી સપ્તાહ ના ઉદઘાટન પ્રસંગે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર પાલિકા પ્રમુખ આર.વી.પટેલ, ભરૂચ ડી.વાય.એસ.પી વિનય શુકલા, એ.આર.ટી.ઓ કે.પી. પોકિયા, બી.ટી.ઈ.ટીના પ્રમુખ અનિષ પરીખ, જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ જે.જે.ચાવડા, ડો.સુકેતુ દવે, ઋષિ દવે, જૈનૂદીન સૈયદ, એ. અને બી. પોલીસ સ્ટેશન ના પોલીસ ઇસ્પેક્ટરો સહિત મોટી સાંખ્યમાં પોલીસ જવાનો અને બી.ટી.ઈ.ટી જવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ બાદ ટ્રાફિક અને પોલીસ ના જવાનોએ અવેરનેસ માટે રેલીને અધિકારી ઓ દ્રારા ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

ઉલ્લેખનીય  છે કે ભરૂચ શહેરમાં ઠેર ઠેર લારી ગલ્લા અને પથાળા વળાઓના વધી રહેલા સામ્રાજ્યના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે. ભરૂચ શહેરમાં વાહનોના પાર્કિંગ માટેની કોઈ ચોક્કસ વ્યવસ્થા હજુ સુધી ઉભી થઇ ન હોવાના કારણે  દિવસો દિવસ ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખવો બનીને રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY