વાપીથી ૯૫ કિમી દૂર પાલઘરમાં ૨.૧ની તીવ્રતા સાથે ધ્રુજી ધરતી

0
54

વાપી,તા.૧૦
શુક્રવારે રાત્રિના ૧ઃ૫૮ વાગ્યે કચ્છના ભચાઉમાં ૧.૯નો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તો વહેલી સવારે પાલનપુર નજીક ૧.૬, કચ્છના ખાવડામાં ૧૦ઃ૩૮ વાગ્યે ૨.૪ રિકટર સ્કેલનો હળવો આંચકો નોંધાયાં બાદ ૧૧ઃ૦૫ વાગ્યે વાપીથી ૯૫ કિલોમીટર દૂર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૨.૧ રિકટર સ્કેલનો આંચકો નોંધાયો છે. વાપીથી ૯૫ કિલોમીટર દૂર મહારાષ્ટ્રમાં નોંધાયેલા આ હળવા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ફણસપાડા નજીક નોંધાયું છે.
જે ગુજરાતની અને કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસની સરહદ પર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલું છે. નાસિક તરફના પટ્ટામાં નોંધાયેલ આ ભૂકંપનો આંચકો ૨૦.૨૯૩ ઙ્મટ્વંૈંેઙ્ઘી અને ૭૩.૫૬૯ ર્ઙ્મહખ્તૈંેઙ્ઘી પર જમીનમાં ૧૦ ફૂટ નીચે ઉદ્દભવ્યો હતો. ગુજરાતના વલસાડ જિલ્લાની સરહદે આવેલા પાલઘર જિલ્લામાં છેલ્લા ૩ વર્ષથી સતત હળવા ભૂકંપના આંચકા તેમજ આફટરશોક વર્તાઇ રહ્યાં છે. જેમાં થોડા સમયથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જમીનમાં સળવળાટ શમ્યો હતો. જે ફરી શરૂ થયો છે.
આ સળવળાટ દર વર્ષે ચોમાસા અને ઠંડીની ઋતુમાં વધતો હોય છે. જેની ફરી શરૂઆત થતાં લોકોમાં ગભરાટનો માહોલ છવાયો છે. ગત વર્ષે આવા ૪.૮ સુધીના ભૂકંપના આંચકામાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સરહદી ગામોના મકાનોમાં તિરાડો પડવાના બનાવો બન્યાં હતાં. જ્યારે પાલઘરમાં પણ કાચા મકાનો પડવાના કે મકાનોમાં તિરાડો પડવાના બનાવો બની ચૂક્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY