વારાણસી શહેર બન્યું વાયરલેસ,માથા ઉપર લટકતા વીજળીના તારોને ખતમ કરાયા

0
104

વારાણસી,
તા.૨૬/૦૩/૨૦૧૮

૫૦,૦૦૦ ગ્રાહકોને મળશે ફાયદો,નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં કર્યું હતું યોજનાનું ઉદ્ઘાટન

દુનિયાના સૌથી જૂના શહેરોમાંનું એક એવું વારાણસી હવે વાયરલેસ શહેર બની ગયું છે. અહીંયા માથા ઉપર લટકતા વીજળીના તારોને ખતમ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આ શહેરને ઓવરહેડ વીજળીના તારોમાંથી સંપૂર્ણપણ છૂટકારો મળી ગયો છે. વીજળી વિકાસ યોજના (ipds)નું સંચાલન કરતી કંપની પાવરગ્રીડે વારાણસીના ૧૬ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજળીના તારોને નાખવાનું કામ પૂરું કરી દીધું છે. આ કામ ૨ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું.

માથા ઉપર લટકતા વીજળીના તારોથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જે વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ તાર નાખવામાં આવ્યા છે, તે ભીડભાડવાળું માર્કેટ છે. પરિણામે ત્યાં લોકોને ખરીગી દરમિયાન ઘણી પરેસાની થતી હતી. પરંતુ હવે અંડરગ્રાઉન્ડ તાર નાખ્યા પછી ૫૦,૦૦૦ ગ્રાહકોને તેનો ફાયદો મળી રહ્યો છે.

પાવરગ્રીડ પ્રોજેક્ટ મેનેજર સુધાકર ગુપ્તાએ કહ્યું કે વારાણસીમાં આઇપીડીએસને કામ પૂરું કરવામાં ૨ વર્ષનો સમય લાગ્યો. કામ ડિસેમ્બર ૨૦૧૭માં પૂરું થઇ ગયું હતું. આ દરમિયાન અમને લાગ્યું કે અંડરગ્રાઉન્ડ તાર નાખવા માટે વારાણસી સૌથી જટિલ શહેર છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જૂન ૨૦૧૫માં ૪૩૨ કરોડ રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ તાર નાખવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૫માં પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીમાં દેશ માટે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની આઇપીડીએસ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY