નેત્રંગ તાલુકામાં અચાનક વરસાદી છાંટાના કારણે ખેડુતોનો જીવ અધ્ધર : ઘઉં પાકને ભારે નુકશાન થવાની ભીતી

0
89

નેત્રંગ:
જેમાં ચૈત્રી નવરાત્રીના પ્રારંભની સાથે જ સતત વાદળછાયા વાતાવરણ કારણે વહેલી સવારમાં વરસાદી છાંટા પડ્યા હતા,જેથી ખેડુતોએ તાત્કાલીક તાડપત્રી ધાકીને ઘઉંના પાકને બચાવવા ભારે જહેમત ઉઠાવી હતી, જ્યારે કેટલાક ખેડુતોના ખેતરમાં ધઉંનો પાક ઉભો જ્યારે બજારમાં ઘઉંના પાકનો ગુણવત્તા મુજબ ભાવ નહીં મળતા ખેડુતોમાં ભારે અસમંજસની સ્થિતિ,જેમાં ટુકડી ઘઉંના પ્રતિ ક્વિન્ટના ૨૧૦૦ રૂપિયા જેટલો ભાવ ચાલી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમઁદા જીલ્લાના વનવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં માં અંબેની શકિત ઉપાસના પવઁ ચૈત્રી નવરાત્રીના પ્રારંભથી વાતાવરણમાં ફેરબદલ થયો હતો, જેમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની સાથે વરસાદી છાંટા, બપોરના સમયે ભયંકર ગરમી પ્રકોપ અને રાત્રીના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ આમ પ્રજાને થઇ રહ્યો છે, જેમાં વાદળછાયા વાતાવરણના રહેવાના કારણે તેની વિપરીત અસર જનજીવન અને ખેતીમાં જણાય રહી છે, જેથી આમ પ્રજા સહિત ખેડુતઆલમ ચિંતાતુર બની જવા પામ્યા છે, જેમાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં સતત ફેરબદલના કારણે ગતરોજ વહેલી સવારમાં નેત્રંગ ટાઉન સહિત આજુબાજુના વિસ્તારમાં અચાનક જ વરસાદી છાંટા પડ્યા હતા, જેથી ખેતરમાંથી હાડવેસ્ટર મસીનના મારફતે કાઢવવામાં આવેલા ઘઉંના પાકને વરસાદી છાંટાથી બચાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી, જેમાં ખેડુતો તાત્કાલીક તાડપત્રીથી બચાવવાનો પ્રયાસ કયૉ હતો, પરંતુ સમગ્ર વિસ્તારમાં ચોમાસાની સિઝનની જેમ વરસાદી છાંટાના કારણે ઘઉંના પાકને ભારે નુકશાન થયા હોવાની આશંકા સેવાય રહી છે, જેથી ખેડુતો ચિંતાતુર બની જવા પામ્યા છે.

રીપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY