ભારત હવે નથી રહ્યો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો ગરીબ દેશ

0
87

ભારતમાં દર મીનીટે ૪૪ લોકો અત્યંત ગરીબીની શ્રેણીમાંથી બહાર આવી રહ્યા છેઃ ૨૦૨૨ સુધીમાં ૩ ટકાથી ઓછા લોકો ગરીબ રહી જશેઃ ૨૦૩૦ સુધીમાં દેશમાંથી અત્યંત ગરીબીનો ખાત્મો થઈ જશે: ઝડપી આર્થિક વૃદ્ધિથી અત્યંત ગરીબી ઘટાડવામાં મદદ મળી હોવાનો નિષ્ણાંતોનો દાવોઃ ગરીબીના મામલે ભારતનું સ્થાન નાઈઝીરીયાએ લઈ લીધુઃ નાઈઝીરીયામાં દર મીનીટે ૬ લોકો ગરીબીના ઝડબામાં પહોંચી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૨૭ :. તમને આ સમાચાર વાંચીને જેટલો સમય લાગશે એટલામાં કેટલાક ભારતીય લોકો ભયાનક-ભીષણ ગરીબીની ચુંગાલમાંથી બહાર આવી જશે. દર મીનીટે ૪૪ ભારતીયો કનિદૈ લાકિઅ અત્યંત ગરીબીની શ્રેણીમાંથી બહાર આવી રહ્યા છે. જે વિશ્વમાં ગરીબી ઘટવાની સૌથી ઝડપી રફતાર છે. ભારત હવે નથી રહ્યો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો કનિદૈ લાકિઅ ગરીબ દેશ. અકિલા ભારતે પોતાની સૌથી મોટી વસ્તીને ગરીબીની રેખામાંથી બહાર કાઢી છે અને મે ૨૦૧૮માં નાઈઝીરીયાએ ભારતની જગ્યા લઈ લીધી છે. જો કનિદૈ લાકિઅ વર્તમાન ગતિ યથાવત રહી તો ભારત આ વર્ષે આ લીસ્ટમાં વધુ એક ક્રમ ઉપર આવીને ત્રીજા અકીલા ક્રમે આવી જશે અને ડેમોક્રેટીક રીપબ્લિક ઓફ કોંગો તેની કનિદૈ લાકિઅ જગ્યાએ બીજા સ્થાને આવી જશે. બ્રુકીંગ્સના એક બ્લોગમાં પ્રકાશિત એક તાજા રીપોર્ટ અનુસાર અત્યંત ગરીબીના દાયરામાં એવી વસ્તી આવે છે જેમની પાસે કનિદૈ લાકિઅ જીવન ગુજારવા માટે રોજ ૧.૯ ડોલર એટલે કે લગભગ ૧૨૫ રૂ. પણ નથી હોતા. અભ્યાસ જણાવે છે કે ૨૦૨૨ સુધીમાં ૩ ટકાથી ઓછા ભારતીયો ગરીબ રહી જશે. જ્યારે કનિદૈ લાકિઅ ૨૦૩૦ સુધીમાં દેશમાંથી અત્યંત ગરીબી સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. બ્રુકીંગ્સના ફયુચર ડેવલપમેન્ટ બ્લોગમાં પ્રકાશિત આ અભ્યાસ જણાવે છે કે મે કનિદૈ લાકિઅ ૨૦૧૮ના અંતમાં આપણા અભ્યાસમાં બહાર આવ્યુ છે કે ભારતમાં ૭.૩૦ કરોડ અત્યંત ગરીબ લોકોના મુકાબલે નાઈઝીરીયામાં ૮.૭૦ કરોડ અત્યંત ગરીબ લોકો છે. કનિદૈ લાકિઅ નાઈઝીરીયામાં દર મીનીટે ૬ લોકો ભીષણ ગરીબીના ઝડબામાં આવી રહ્યા છે તો ભારતમાં તેઓની સંખ્યા ઘટી રહી છે. જો કે ગરીબી માપવાના અંતરના કારણે અત્યંત ગરીબ વસ્તીમાં ઘટાડાનું વિશ્લેષણ ભારત સરકારના પોતાના વિશ્લેષણ સાથે મેળ નથી ખાતું. વર્લ્ડ બેન્ક અનુસાર ૨૦૦૪ થી ૨૦૧૧ વચ્ચે ભારતમાં ગરીબી કુલ વસ્તીના ૩૮.૯ ટકાથી ઘટીને ૨૧.૨ ટકા થઈ ગઈ હતી. અર્થશાસ્ત્રીના કહેવા મુજબ અભ્યાસના પરિણામો એ દલીલને સમર્થન આપે છે કે ઝડપી આર્થિક વૃદ્ધિએ ભીષણ ગરીબી પર આકરો પ્રહાર કર્યો છે. અર્થશાસ્ત્રી ભાનુમૂર્તિ કહે છે કે આ વૃદ્ધિ ગાથા અને ૧૯૯૧ના આર્થિક સુધારાનું સમર્થન કરે છે. જેણે ગરીબી ઘટાડવામાં મદદ કરી છે. ભવિષ્યમાં મજબૂત વિકાસ લક્ષ્યાંકોને હાંસલ કરવાનો પડકાર રહેશે. જેનાથી આ અભ્યાસના તારણો સત્ય સાબિત થશે કે ૨૦૩૦ સુધીમાં અત્યંત ગરીબી મુળમાંથી દૂર થઈ જશે. આ માટે ૭ થી ૮ ટકાનો વિકાસ દર લાવવો પડશે. યુનોનો હેતુ છે કે, ૨૦૩૦ સુધીમાં દુનિયાભરમાંથી ગરીબી દૂર થાય. અભ્યાસ કહે છે કે આફ્રિકામાં વિશ્વના અત્યંત ગરીબ લોકોની બે તત્યાંશ વસ્તી છે. જો ટ્રેન્ડ રહ્યો તો ૨૦૩૦ સુધીમાં દર ૧૦માથી ૯ ગરીબ રહેશે. આગળ જણાવાયુ છે કે દુનિયાના જે ૧૮ દેશોમાં અત્યંત ગરીબી છે તેમાથી ૧૪ આફ્રિકામાં છે. ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ કુલ ૬૪.૭૦ કરોડ લોકો ગરીબીમાં હતા. દર મીનીટે ૭૦ લોકો એટલે કે પ્રતિ સેકન્ડ ૧.૨ લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. ૨૦૧૬માં ૩.૬૦ કરોડ લોકો અત્યંંત ગરીબીમાંથી બહાર આવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY