વટવા પોલીસ સ્ટેશન ના એલ આર ડી એ સી બી ના છટકામાં વીસ હજાર ની લાંચ લેતા ઝડપાયો

0
95

ઘનશ્યામસિંહ દિલિપસિંહ સોંલકી (એલ.આર.ડી., વટવા પોલીસ સ્ટેશન ) એ ફરિયાદી પાસે તેલના ડબ્બાની ચોરી ના ગુના બાબતે લાંચ માંગી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી એ અમદાવાદ શહેર એ સી બી ને આપેલી ફરિયાદ મુજબ વટવા પોલીસ સ્ટેશનના એલ આર ડી ઘનશ્યામસિંહ સોલંકી એ ફરિયાદી પાસે ૧૪ તેલના ડબ્બાની ચોરીના ગુનામાં તેમજ અન્ય ચોરીના ગુનામા આરોપી તરિકે તેનું નામ નહી ખોલવા માટે રૂપીયા 25 હજાર ની માગંણી કરી રકઝક ના અંતે રૂપિયા 20 હજાર નક્કી કર્યા હતા ત્યાર બાદ ફરિયાદીએ આ બાબતે અમદાવાદ શહેર એ સી બી માં ફરિયાદ આપતા એ સી બી ના પી આઈ આર ટી ઉદાવત અને એમની ટીમે છટકું ગોઠવતા આરોપી એલ આર ડી જવાન 20 હજાર રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો આ ટ્રેપ માં સુપર વિઝન અધિકારી તરીકે બી. એલ. દેસાઈ (મદદનીશ નિયામક શ્રી અમદાવાદ એકમ ) ની સૂચના મુજબ સફળ ટ્રેપ માં આ લાંચીયો એ આર ડી પકડાઈ જતા એ સી બી એ કાયદેસર કાર્યવાહી કરી હતી .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY