જંબુસર:
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના વેડચ વેરાઇ માતા મંદિર પાસે નવી નગરીમાં રહેતા મહેન્દ્રભાઇ અમરસંગ જાદવ ઉંમર વર્ષ ૩૫ જેઓ પોતાના ઘરે ચાલુ સ્ટવે કેરોસીન પૂરતા હતા તે સમયે અચાનક ભડકો થતાં મહેન્દ્રભાઇ આખા શરીરે દાઝી જવા પામ્યા હતા. આ અંગે તાત્કાલિક ૧૦૮ને જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળે ૧૦૮ આવી પહોંચી હતી અને તેમને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહેન્દ્રભાઇ ગંભીર રીતે દાઝી ગયા હોય ફરજ પરના ડોકટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહેન્દ્ર ભાઇનું મરણ થયું હતું બનાવ અંગે વેડચ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: હરીન પટેલ, જંબુસર.
મો. ૯૪૨૭૪ ૭૯૬૪૨
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"