રાજકોટ,
તા.૩/૫/૨૦૧૮
રાજકોટના વોર્ડ નંબર ૧૩ના સ્થાનિક લોકો અને કોંગી કોર્પોરેટરની સતત ૪ દિવસથી રજૂઆત કરવા છતાં વેરાબિલ અપડેટ ન થતા હોબાળો થયો હતો. સવારે કોંગી કોર્પોરેટર અને સ્થાનિક લોકો દ્વારા વોર્ડ ઓફિસ બહાર દેખાવ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વેરા બિલની વોર્ડ ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી.
વોર્ડ નં.૧૩ના લોકોને વેરા બિલ અપડેટ કરાવા માટે ટોકન આપવામાં આવે છે. સ્ટાફના અભાવને કારણે ટોકનની સુવિધા આપવામાં આવી છે. પરંતુ છેલ્લા ચારેક દિવસથી રજૂઆતો કરવામાં આવે છે. ધોમધખતા તાપમાં અરજદારોને ધક્કા થઇ રહ્યાં છે. જે કોઇ ધ્યાને નહીં લેતા રોષ જાવા મળ્યો હતો. જેમા વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસના કોર્પોરેટર સહિત સ્થાનિક લોકોએ વોર્ડ ઓફિસે હલ્લાબોલ કર્યું હતું. આગામી દિવસોમાં પણ આવું જ રહેશે. તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"