વાઇબ્રન્ટ સરકાર : વીજળી વેચવાને બદલે ખેડૂતોને વીજકનેક્શન આપે

0
74

ગાંધીનગર,તા.૨૮/૦૨/૨૦૧૮

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ખેડૂતોને પૂરતી વીજળી અને લાંબા સમયથી કૃષિ વીજ જાડાણો મળતા ન હોવાની બુમરાણ છે. સરકાર સરપ્લસ વિજળીના નામે વેચાણ કરે છે અને ખેડૂતોની ૧૦ કલાકની વીજળીની માગ અભરાઈએ ચડાવાઈ રહી છે. સરકાર ખેડૂતોના મામલામાં ભરાતાં ૧૦ કલાકની નવી યોજના આવી જાય છે અને મામલો શાંત થાય ફરી આઠ કલાકની વીજળીનો નિયમ લાગુ પડી જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની સમસ્યા જટીલ બનતા લોકોમાં આક્રોશ ઉઠયો છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને હજુ પણ વીજળીની સમસ્યા નડી રહી છે ડાર્ક ઝોનમાંથી બહાર આવવા મથતાં ખેડૂતોની હાલત કફોડી છે. નર્મદાના પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે આ સિઝનમાં ખેડૂતોને ઉનાળુ સિંચાઈના પાણી માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. રાજ્ય સરકાર એવો દાવો કરે છે કૃષિ સહિતની તમામ જરૂરિયાતો પૂરી કર્યા બાદ જ વીજળીનું વેચાણ કરવામાં આવે છે. અહીં કેટલીક વિગતો અપાઈ રહી છે. જે સરકારી દાવાઓની પોલ ખોલી રહી છે. છેલ્લાં બે વર્ષમાં કૃષિ વિષયક વીજજાડાણ માટે ૧.૫૩ લાખ અરજીઓ પૈકી માત્ર ૧૮,૯૮૯ને વીજ કનેકશન અપાયા છે. ૧,૨૭,૬૧૩ અરજીઓ પડતર પડી રહી છે. જ્યારે બે વર્ષ પહેલાંની લાખો અરજીઓ પડતર છે. આ દરમિયાન સરકાર રાજ્યમાં વીજળી વેચવાને બદલે ખેડૂતોને ખેતી માટે વીજકનેક્શન આપે એ અતિ જરૂરી છે. લાખો ખેડૂતો વીજકનેક્શનની રાહ જાઈ રહ્યાં છે. કૃષિ વિષયક જ નહીં જ્યોતિગ્રામ યોજનામાં પણ પડતર લિસ્ટ લાંબુ છે.

રાજ્યનાં તમામ ગામડાઓમાં રહેણાંક હેતુ માટે વીજકનેક્શન આપી ૨૪ કલાક વીજળી આપવાના સરકારના દાવાઓ વચ્ચે જ્યોતિગ્રામ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ૫.૩૪ લાખ થયેલી અરજીઓ પૈકી ૨૪,૭૯૭ અરજીઓ પડતર છે. જ્યારે ૪૩,૬૫૬ અરજીઓને રદ કરી દેવામાં આવી છે. અહીં લીસ્ટ મૂકાયેલું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY