પ્રભાવહિન વિદેશનીતિ-એન્ટીગુઆ પણ ડોળા બતાવી રહ્યું છે

0
75
  • ભારતની બેંકોને ૧૩ હજાર કરોડનો ચુનો લગાવી વિદેશમાં એન્ટીગુઆ નામના કોઈ નાનકડા દેશમાં ભારતના ભાગેડુ મેહુલ ચોકસી પહોંચી ગયા છે. તેણે ડાલરની તાકાત પર એન્ટીગુઆનો પાસપોર્ટ અને નાગરિક પદ મેળવી લીધું. ભારતે એન્ટીગુઆને મેહુલ ચોકસીને સોંપી દેવા કહ્યું પણ આ નાનકડા દેશે ભારતને ડોળા બતાવી કહ્યું કે ભારતના દબાણમાં નહીં આવે. વિશાળ ભારતની તાકાત સામે એન્ટીગુઆની કોઈ તાકાત નથી. ભારત ઈચ્છે તો તેને કીડીની જેમ મસળી નાંખી શકે પણ ભારતની નીતિ વિસ્તારવાદી નથી. ભારત પંચશીલ સિધ્ધાંત અને દરેકને સાથે લઈને ચાલવાની નીતિમાં માને છે. આ એક સારી વાત પણ છે. પરંતુ મેહુલ ચોકસી ભારતના કાયદાનો ગુનેગાર છે અને ભાગેડુ છે. તે ગુનેગાર છે અને ભારત એન્ટીગુઆ ગુનેગાર છે અને ભાગેડુ છે. તે ગુનેગાર છે અને ભારત એન્ટીગુઆથી પોતાનો અપરાધી માંગી રહ્યું છે. કોઈ મૂળ એન્ટીગુઆના નાગરિકને નથી માંગી રહ્યું. ભારતથી ફરાર થયેલા અપરાધીએ કેવી રીતે એન્ટીગુઆથી નાગરિકતા મેળવી એ બાબત એન્ટીગુઆ સારી રીતે જાણે છે.
    ભારતની વિદેશ નીતિ માટે ખાસ કરીને એન્ટીગુઆએ ભારત સામે ડોળા કાઢવા અને તે પણ એક ભાગેડુ અપરાધીને બચાવવા માટે આ એક વિચારવા જેવી વાત હોઈ શકે છે. શું ભારતની વિદેશ નીતિમાં આટલો પ્રભાવ નથી કે એક નાનકડો દેશ એન્ટીગુઆ બારતની વાત ન માને. ભારતે પાકિસ્તાન પાસેથી દાઉદ માંગ્યો પણ આ માંગણીની ફાઈલો પર ન જાણે કેટલી ધૂળ ચડી ગઈ હશે કે આજદિન સુધીમાં પાકિસ્તાને એ પણ કબૂલ્યું નથી કે હા…દાઉદ તેમના દેશમાં છે. પાકિસ્તાને હંમેશા તેનો ઈન્કાર કર્યો છે. પણ ભારતનું ગુપ્તચર તંત્ર જાણે છે કે દાઉદ પાકિસ્તાનમાં જ છે. દાઉદને ભારતની પોલીસ ક્યારે હાથોમાં હાથકડી નાંખીને લાવશે એ તો પાકિસ્તાનને પણ ખબર નથી. સવાલ એ છે કે એક રાઈના દાણા જેવડો દેશ એન્ટીગુઆ ભારતને કહી દે છે કે તે તેમના દબાણમાં નહીં આવે. ત્યારે ભારત એન્ટીગુઆથી ભાગેડુ મેહુલ ચોકસીને જાહેરમાં કોડા મારતા મારતા લઈ આવવો જાઈએ જેથી પાકિસ્તાનમાં પણ આ સંદેશો દાઉદ સુધી પહોંચે કે કદાચ હવે પછી તેનો વારો આવી શકે છે.
    માની લીધું કે ભારતની નીતિ ચીનની જેમ વિસ્તારવાદી નથઈ પરંતુ ભારત સાંપની જેમ કોઈને પણ ડંખ ન મારે પણ ફૂંફાડો તો મારી શકે છે ને એન્ટીગુઆ સાથે પ્રત્યાર્પણના સંધી કરાર હોય કે ન હોય છતાં પણ ભારત અમેરિકા અથવા કોઈ અન્ય સંબંધોનો ઉપયોગ કરી એન્ટીગુઆ પર દબાણ લાવે અને મેહુલ ચોકસીને એન્ટીગુઆ દેશ ભારતને સોંપે એવું થવું જાઈએ. જ્યારે એક નાનકડો દેશ ભારતની વાત ન માને તો પછી વિજય માલ્યા,લલિત મોદી,નિરવ મોદી,મેહુલ ચોકસી અને દાઉદને પકડીને ભારત લાવવામાં આળે અને આવવામાં કેટલા વર્ષ લાગી જશે એ પણ એક સવાલ છે…?!!!
    ભારત એન્ટીગુઆને પ્રેમથી સબક શીખવાડે અને જા ન માને તો ઈઝરાયલની મદદ લે અને મેહુલ ચોકસી જેવા ભાગેડુ અપરાધીઓને ધરપકડ કરીને ભારતની જેલમાં ધકેલી દે. ભારતની જેલોના વીડિયો મોકલવાથી ગુનેગારો હાથમાં નહીં આવે, આ લાતોના ભૂત છે. વાતોથી નથી માનતા પછી તે એન્ટીગુઆ હોય કે પાકિસ્તાન-નેપાળ.(જી.એન.એસ.)

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY