રાજકોટ,
તા.૫/૪/૨૦૧૮
હવે વિદેશી વિદ્યાર્થીઓ ઘેરબેઠા સૌરાષ્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે. કાર્યકારી કુલપતિ ડો. કમલસિંહ ડોડીયાના હસ્તે બુધવારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સેલની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. ૧૬ એપ્રિલથી વિદેશી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. પ્રવેશ ફી, કોર્સની ફી અને હોસ્ટેલની સુવિધા સહિતની માહિતી વેબસાઈટ પર મુકવામાં આવી છે. સૌરાષ્ટ યુનિવર્સિટીમાં ફી ઓછી હોવાથી વિકાશશીલ કે પછાત દેશના વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવે છે. આર્ટસ અને કોમર્સના અભ્યાસક્રમમાં ૬૦૦ ડોલર તો સાયન્સના કોર્સની ફી ૮૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જે અન્ય યુનિવર્સિટી કરતા ઓછી હોવાનું જાણવા મળ્યું છે.
સૌરાષ્ટ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સેલના કો-ઓર્ડીનેટર ડો.અતુલ ગોસાઈના જણાવ્યા પ્રમાણે, http://sites.google.com/sauuni.ernet.in/isc નવી વેબસાઈટમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેના કોર્સ, કોર્સની ફી, હોસ્ટેલ ફેસીલીટી અને કેમ્પસ ફેસીલીટી સહિતની તમામ માહિતી મુકવામાં આવી છે. વર્ષ ૨૦૧૮-૧૯ના નવા એડમીશન માટેની પ્રક્રિયા આગામી ૧૬ એપ્રિલથી શરુ થશે. વિદેશી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ મેળવી મેરીટના ધોરણે પ્રવેશ મેળવી શકશે. જેથી હવે વિદેશી વિદ્યાર્થીઓને સૌરાષ્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ધક્કા નહિં ખાવા પડે.
હાલ સૌરાષ્ટ યુનિવર્સિટીમાં ઈરાક, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના ૧૪ વિદ્યાર્થીઓ અલગ-અલગ કોર્સમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત યમેન અને ઈજીપ્તથી પણ યુવાનો સૌરાષ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવે છે. જાકે વિકસિત દેશોના વિદ્યાર્થીઓને બદલે વિકાસશીલ અને પછાત દેશોના વિદ્યાર્થીઓ જ સૌરાષ્ટ યુનિવર્સિટીમાં ભણવા માટે આવે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"