વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ, પણ ચર્ચા નહિં થાય…!?

0
97

ગાંધીનગર,
તા.૨૨/૦૩/૨૦૧૮

કોંગ્રેસના શૈલેશ પરમારે દરખાસ્ત રજૂ કરી, ચર્ચા માટી જરૂરી દિવસો ના હોવાથી છેવટે દરખાસ્ત ઉડી જવાની સંભાવના

પોતાના ૩ ધારાસભ્યોનું સસ્પેન્શન રદ્દ કરવાની કોંગ્રેસની માગણી, એક, બે કે ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિયમમાં નથી ક્્યાંય ઉલ્લેખન હોવાનો કોંગ્રેસનો દાવો

૧૪મી ગુજરાત વિધાનસભાના વર્તમાન બજેટસત્રમાં આજે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમના પદ પરથી દૂર કરવાની એટલે કે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઇ હતી. કોંગ્રેસના સીનીયર ધારાસભ્ય શૈલેષ પરમારે દરખાસ્ત રજૂ કરી અને તેને દાખલ કરવામાં આવી હતી જાકે તેના પર ચર્ચા કરવા માટે જરૂરી ૧૪ દિવસ પછીના ૭ દિવસ પૈકીના પ્રથમ દિવસે સમય નક્કી કરવા માટે તે દરખાસ્ત મુલતવી રહી હતી. જા કે ૨૮ માર્ચના રોજ સત્ર પૂરું થઇ રહ્યું છે ત્યારે જે દિવસો જાઈએ તે પૂરા થતા ના હોઈ છેવટે આ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઇ શકશે નહિ.

વિધાનસભામાં આજે બુધવારે પ્રશ્નોત્તરી બાદ શૈલેષ પરમારે દરખાસ્ત રજૂ કરી ત્યારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ દરખાસ્તને ટેકા માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યા છે કે કેમ તે અંગે સવાલ કરતા કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થયા અને જરૂરી સંખ્યા હોવાથી તેમને પોતાની સામેની અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવાની મંજૂરી આપી હતી. તે પછી તેમણે નિયમ ટાંકીને કહ્યું કે દરખાસ્ત દાખલ થયાના ૧૪ દિવસ પછીના ૭ દિવસ પૈકીઅ પ્રથમ દિવસે ક્યારે ચર્ચા હાથ ધરવી તેનો નિર્ણય તે વખતે લેવાશે એમ કહીને વાત પૂરી કરી હતી. આમ આજે અવિશ્વાસની દરખાસ્ત માત્ર રજૂ અનેદાખલ થઇ હતી. તેના પર ચર્ચા અને નિર્ણય હવે પછી નક્કી થનાર હોવાથી બીજી તરફ ૨૮ માર્ચના રોજ સત્ર સમાપ્ત થઇ રહ્યું છે. તેથી ચર્ચા માટે સમય અને તારીખ નક્કી કરવાનો દિવસ આવશે નહિ. પરિણામે આ દરખાસ્ત એક રીતે ઉડી જશે. કેમ કે આગામી સત્રમાં તેના પર ચર્ચા થઇ શક્ત નથી. કોંગ્રેસે આ દરખાસ્તને લઈને પોતાના ૩ ધારાસભ્યોના સસ્પેન્શન અંગે સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટેકનીકલી અવિશ્વાસની દરખાસ્ત ઉડી જવાની હોવાથી સરકારે કોંગ્રેસને કોઈ રાહત આવી નથી. અને પ્રતાપ દુધાત અને અમરીશ ડેરનું ૩ વર્ષનું તથા બળદેવ ઠાકોરનું ૧ વર્ષનું સસ્પેન્શન યથાવત રહે છે.

કોંગ્રેસ હવે પોતાના ૩ સસ્પેન્ડેડ ધારાસભ્યો(અંબરિષ ડેર, પ્રતાપ દૂધાત, બળદેવજી ઠાકોર)નું સસ્પેન્શન રદ્દ કરાવવા માંગે છે. જેને લઈ કોંગ્રેસ ગૃહમાં અધ્યક્ષ સામે જ અવિશ્વાસની દરખાસ્ત લાવી છે. વિધાનસભાના નિયમ ૫૨ હેઠળ અધ્યક્ષને કાર્યવાહી માટે વિશેષાધિકાર છે, અત્યાર સુધી ૧૭ અધ્યક્ષો સામે અવિશ્વાસ દરખાસ્તની ગૃહમાં આવી છે. પરંતુ તેના પર ક્્યારેય ચર્ચા થઇ નથી.

નિયમ ૧૦૩ મુજબ નોટિસ આપ્યાના ૧૪ દિવસ બાદના સાત દિવસમાં અવિશ્વાસ પ્રસ્તાવને ગૃહમાં રજૂ કરવો પડે, અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ થયા ના એક સપ્તાહમાં પ્રસ્તાવ પર ચર્ચા થશે. કોંગ્રેસી ધારાસભ્યોનુ સસ્પેન્શન બજેટ સત્ર સમાપ્તી સુધી ટૂકાવી દેવાની કોંગ્રેસની ઇચ્છા છે. કોંગ્રેસનો તર્ક છે કે અધ્યક્ષ પણ નિયમોથી જ બંધાયેલા છે, તેઓ પણ નિયમ બહાર જઇને કોઇ નિર્ણય કરી ન શકે.

વિધાનસભાના નિયમમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કોઇ ધારાસભ્યને એક વર્ષ કે ત્રણ વર્ષ માટે ગૃહની બહાર રાખી શકાય, ધારાસભ્ય પ્રજાનો પ્રતિનિધિ છે, જેથીને તેને વિધાનસભાની બહાર રાખી શકાય નહીં. જેના માટે કોગ્રેસ હવે અન્ય રાજ્યોના અધ્યક્ષોના રુલિંગ, બંધારણીય જાગવાઇ, વિધાનસભા ચાલુ થયાના દિવસેથી અધ્યક્ષની ભૂમિકા અંગેનુ સીસીટીવી ફુટેજ, સભ્યોના ટ્રાન્સસ્ક્રીપ્ટ, વગેરેની માગણી કરી છે. સત્તા પક્ષ અવિશ્વાસની દરખાસ્તને ગૃહમાં ચર્ચા માટે વિલંબમાં મુકી શકે છે, જેના માટે તેઓ ચર્ચાને ૨૮ માર્ચ સુધી પણ લંબાવી શકે છે, તો સાથે વહેલા ગૃહની સમાપ્ત કરીને આવતા સત્રમાં ચર્ચા થાય એવા પરિબળોનું નિર્માણ કરી શકે છે, જેથી કોગ્રેસના ધારાસભ્યોનું સ્પેન્શન યથાવત રહે અને સત્તા પક્ષને સમાધાન માટે વધુ સમય મળી શકે. કોગ્રેસની શરતોનો સ્વીકાર થાય તો વિપક્ષ સ્વયં અવિશ્વાસ દરખાસ્તને પરત ખેંચી લે એવુ પણ બની શકે, અથવા ચર્ચા સમયે દરખાસ્ત કરનાર ધારાસભ્ય ગૃહમાં ઉપસ્થત જ ના રહે ! જેથી ચર્ચામાંથી બચી શકાય, અને આ દરખાસ્ત ઉડી જાય.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY