દાદર ઉતરતી વખતે મરજીયા મહમદ હનિસ સૈયદને ખેંચ આવી અને હોસ્પિટલમાં મોતને ભેટી
વલસાડની અંગ્રેજી માધ્યમની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વદ્યાર્થીનીને દાદર ઉતરતી વખતે અચાનક ખેંચ આવી હતી. જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
વલસાડ અબ્રામા સ્થિત સુધાનગરમાં રહેતી મરજીયા મહમદ હનિફ સૈયદ (ઉ.વ.૧૫) વલસાડ અબ્રામા સ્થિત સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી. આજે સવારે ૧૦ વાગ્યાના સમયે તેણી સ્કૂલના દાદર ઉતરતી હતી ત્યારે અચાનક ખેંચ આવી ગઇ હતી. જેને લઇ સાથી વિદ્યાર્થીઓ ડઘાઇ ગઇ હતી.
આ ઘટના બાદ મરજીયાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, પરંતુ તેનું મોત નિપજ્યું હતુ. આ ઘટના સંદર્ભે ડોક્ટરે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મોત મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"