નંદોદના પોઇચા નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રીએ લઘુશંકાએ જઈ રહેલી એક બાળકી ખાડકૂવામાં ખાબકતા મોત.

0
331

બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામેથી ૧૧૫ વિદ્યાર્થીઓ પોતાના ૭ શિક્ષકો સાથે નર્મદા જિલ્લામાં પ્રવાસે આવ્યા હતા. નર્મદા બંધની મુલાકાત બાદ આ બાળકોને લઈને શાળાના ૭ શિક્ષકો પ્રવસનધામ ગણાતા નીલકંઠ ધામ પોઇચા ખાતે આવ્યા હતા. સમી સાંજે અહીંના પ્રદર્શન અને મંદિર દર્શન કર્યા બાદ સાંજનું ભોજન પણ બાળકોએ અહી જ લીધું હતું. ત્યારબાદ રાત્રીના ૧૦ ની આસપાસ કેટલીક બાળાઓ લઘુશંકાએ જવા માટે મંદિરના પાર્કિંગ વિસ્તારની પાછળ ગઈ હતી તે વખતે ૧૫ વર્ષીય હેતલ ચૌધરીનો પગ એક ચીકણા ખાડામાં પડતા તે સીધી જ ખાડામાં ગરકી ગઈ હતી.બાળકીઓ ચોંકી ઉઠી હતી અને બૂમ બૂમ કરતા એક શિક્ષિકા અને એક શિક્ષક દોડી આવ્યા હતા અને ઓઢણી નાખી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ખાડામાં ગરકી જતા શ્વાસ રૂંધાયો હતો. બાદ તેને આસપાસના ગ્રામજનોએ રેસ્ક્યુ કરી મહામુસીબતે બહાર કાઢી હતી. રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. જોકે આ તમામ ઘટનાને નજરે નિહાળનાર અને રેસ્ક્યુમાં સહભાગીનું માનવું છે કે આ બાળકીના મોત પાછળ ખુલ્લામાં આ પ્રમાણે ખાડ કૂવો બનાવ્યો કારણભૂત છે.બીજી બાજુ આ ઘટના બાદ ખાડ કુવાની આગળ રાતોરાત એક વાળ તૈયાર કરાઈ હોવાનો પોઇચા-ગામડીના સરપંચ દિપક વસાવાએ આક્ષેપ લગાવ્યો છે. તો સવાલ એ પણ થાય કે શું આ બાળકી આ વાડ કૂદીને ત્યાં મોતને ભેટવા ગઈ હશે કે આ ઘટનાને ઢાંકવા વાડ ઉભી કરાઈ હશે.સમયાંતરે થવા કાળ ઘટના ઘટે જ છે તે મિથ્યા નથી પરંતુ શૈક્ષણિક પ્રવાસે લઇ જતા શિક્ષકો માટે પણ બાળકોની સુરક્ષાની એટલીજ જવાબદારી હોય છે. ત્યારે વાલીઓ પણ આ શિક્ષકો પર આંધળો વિશ્વાસ રાખી તેમના કાળજાના કટકાને સોંપતા હોય છે. ત્યારે બનેલી આ ઘટના બાદ શિક્ષકો અને પ્રવાસનસ્થળના સંચાલકો સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

રિપોર્ટર : ભરત શાહ, રાજપીપળા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY